૧૫૦ ઈલેકટ્રીક બસ દોડાવવાનું આયોજન: ટ્રાયલ બેઈઝ પર માત્ર એક જ બસ દોડાવાશે: સાંજે સ્માર્ટ સિટી અંગે બેઠક બોલાવતા મ્યુનિ.કમિશનર
રાજકોટની પસંદગી કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે ત્યારે અલગ-અલગ પાંચ મુખ્ય મુદાઓ ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા સાંજે અધિકારીઓ સાથે મીટીંગ બોલાવવામાં આવી છે. શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેક પર કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી અંતર્ગત ૧૫૦ ઈલેકટ્રીક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૫મી એપ્રિલના રોજ બીઆરટીએસ રૂટ પર ઈલેકટ્રીક બસનું ટ્રાયલ લેવામાં આવશે.
આજે સાંજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં સ્માર્ટ સિટીની બેઠક મળશે જેમાં ટાઉનપ્લાનીંગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, વોટર વર્કસ, ટ્રાફિક સહિતના મુખ્ય પાંચ મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી જ સ્માર્ટ સિટીનો મુખ્ય લક્ષ્યાંક છે. આ મુદાને વળગી રહી સ્માર્ટ સિટી પર કામ કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા શહેરના બીઆરટીએસ રૂટ પર ૧૫૦ ઈલેકટ્રીક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા. આગામી ૫મી એપ્રિલના રોજ બીઆરટીએસ રૂટ પર ઈલેકટ્રીક બસનું ટ્રાયલ લેવામાં આવશે.