ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકોએ વિશ્ર્વનો સૌપ્રથમ ‘સોલાર સેલ’ બનાવ્યો: કાર્બન અને ટમેટાના મિશ્રણથી કાચની પ્લેટ પર સંપૂર્ણ સ્વદેશી ‘સોલાર સેલ’ બનાવતા સંશોધકો
શોધ-સંશોધન થકી હંમેશા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગૌરવ અપાવતા ભૌતિકશાસ્ત્ર ભવને વિશ્ર્વનો સૌપ્રથમ સોલાર સેલ બનાવી સમગ્ર વિશ્ર્વનું ધ્યાન ખેંચ્યું છે. ભૌતિકશાસ્ત્રના ૭ અધ્યાપકો અને ૬ વિદ્યાર્થીઓની ટીમે સર્જેલા ઈતિહાસને કારણે વિજ્ઞાન વિશ્ર્વમાં એક નવો જ યુગ શ‚ થઈ શકે છે. જેમાં ભવિષ્યમાં ઘરની બારીઓના કાચ ઉપર પ્રિન્ટીંગથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકાશે. ભારત જેવા વિકાસશીલ દેશની વધતી જતી વિદ્યુત ઉર્જાની જ‚રિયાતને સંતોષવા માટે સૌથી સારો અને સરળ સસ્તો સૌરઉર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ એટલે સોલાર સેલ.
હવે નેનો ટેકનોલોજીનું નામ બિલકુલ અજાણ્યું નથી. આ સોલાર સેલ નેનો ટેકનોલોજીની મદદથી બનેલો છે અને તે કુદરતી પદાર્થનો બનેલો હોવાથી સસ્તો છે. આ પ્રકારનો સોલાર સેલ થર્ડ જનરેશન સોલાર સેલ તરીકે ઓળખવામાં આવે છે. જે નેનો ટેકનોલોજીનો ચમત્કાર માનવામાં આવે છે. આ પ્રકારના સોલાર સેલની ખાસીયત માત્ર સસ્તા અને કુદરતી પદાર્થોમાંથી બનાવેલ હોવા છતા કાર્યક્ષમતા સીલીકોન સોલાર સેલ કરતા પાંચ ટકા વધારે છે.
સૌરઉર્જાએ આધુનિક જગતની વધતી જતી વિદ્યુત ઉર્જાની જ‚રીયાતને સંતોષવા માટે સમર્થ બનવા જઈ રહી છે. ત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિકસ વિભાગ અને વી.વી.પી. ઈજનેરી કોલેજના સંયુકત પ્રયાસોથી કુદરતી તત્વો દ્વારા અતિ આધુનિક સોલાર સેલની પેટન્ટ નોંધાવેલ છે. હાલમાં સમગ્ર વિશ્ર્વમાં વધી રહેલ વિદ્યુત ઉર્જાની જ‚રિયાત સંતોષવા માટે ન્યુકિલયર, કોલસો, પેટ્રોલિયમ, હાઈડ્રો પાવર આધારિત ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ‚પાંતરીત કરવામાં આવે છે. જેને લીધે પર્યાવરણને નુકસાન પહોંચે છે.
ત્યારે સોલાર ઉર્જ પેટ્રોલિયમ પેદાશોના ભાવ પણ નિયંત્રણ રાખવા માટે જ‚રી હાલમાં ગુજરાત ગૌરવ લઈ શકાય તેવી કુદરતી પદાર્થમાં બનેલા (ટમેટાનો રસ અને કાર્બન) સોલાર સેલની પેટન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર વિભાગ તથા વી.પી.પી.ઈજનેરી કોલેજના નેનો ટેકનોલોજી વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ડો.ડી.જી.કુબેરકર (પ્રોફેસર, ભૌતિક શાસ્ત્ર ભવન), ડો.નિકેશ શાહ (પ્રોફેસર, ભૌતિક શાસ્ત્ર ભવન), ડો.ધીરેન પંડયા (કુલસચિવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), ડો.જયસુખ મારકણા (અધ્યક્ષ, વી.વી.પી.એન્જિનીયરીંગ કોલેજ), ડો.ચેતન ઠાકર (અધ્યાપક, એમ.વી.એમ. મહિલા કોલેજ), ડો.પિયુષ સોલંકી (અધ્યાપક, ભૌતિકશાસ્ત્ર ભવન), દેવીત ધ્રુવ (અધ્યાપક, વી.વી.પી.એન્જિનીયરીંગ કોલેજ) તથા વિદ્યાર્થીઓ ડાંગોદરા અંકિતા, ગંધા પિનલ, કૌશિક, શ્યામ વાસવાણી, તુષાર મોનપરા તથા નેહલ ફળદુએ નોંધાવેલ છે.
આ સોલાર સેલ સંપૂર્ણ સ્વદેશી અને સરળ પદ્ધતિથી ભૌતિક શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંશોધન લેબોરેટરીમાં બનાવવામાં આવેલ છે. સૂર્ય ઉર્જાને જો વિદ્યુત ઉર્જાના સંદર્ભમાં સમજાવી હોય તો પૃથ્વીને દર કલાકે ૧૭૪ પેટાવોટસ જેટલી એનર્જી મળે છે. જેમાંથી ૩૦% ઉર્જા પાછી સૂર્ય મંડળમાં ફેંકાઈ જાય છે અને બાકી રહેલ ઉર્જામાંથી ૩,૮૫,૦૦૦ એકજોશ જેટલી એનર્જી વાતાવરણ એક કલાકમાં પહોંચે છે. જેનો ઉપયોગ કરવા હોય તો આખું વિશ્ર્વ એક વર્ષ સુધી ફરીમાં વિદ્યુત ઉર્જા વાપરી શકે છે.
ભારતની હાલની વિદ્યુત ઉત્પાદન કરવાની ક્ષમતા ૯૬૭ ટીડબલ્યુએચ છે. જે ૨૦૧૫-૨૦૧૬ ની અંદર ૧૧૦૨.૯ ટીડબલ્યુએચ થવાની છે. આમાંથી માત્ર ૨૭.૨૫% ઉર્જા પ્રદુષણ મુકત એટલે કે સૌરઉર્જા અને પવન ઉર્જામાંથી મેળવે છે. જયારે બાકીની ૭૨.૭૫% જળ ઉર્જા અને કોલસા તથા પેટ્રોલિયમ દ્વારા મેળવવામાં આવે છે. ભારત જેવા વિકાસશીલ દેશની વધતી જતી વિદ્યુત ઉર્જાની જ‚રીયાતને સંતોષવા માટે સૌથી સારો અને સરળ રસ્તો સૌર ઉર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ એટલે કે સોલાર સેલ.
નેનો ટેકનોલોજીની મદદથી બનેલા આ સોલાર સેલની ખાસીયત એટલે કે તે કુદરતી પદાર્થનો બનેલો હોવાથી સસ્તો અને કાચનો ઉપયોગ થતો હોવાથી ભવિષ્યમાં સીધો જ બારી અને છાપરામાં લગાવી વિદ્યુત ઉર્જા મેળવી શકાશે.