સવારે ૭થી રાત્રીના ૯ કલાકે સુધી રાજમાર્ગો પર દોડશે ઈલેક્ટ્રીક બસ

શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તે માટે રાજકોટ મહાનગરપાલિકા જુદાં જુદાં પગલા લઇ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારની અર્બન ટ્રાન્સપોર્ટ પોલીસીને ધ્યાને લઇ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે અને ગ્રીન મોબિલીટીને પ્રમોટ કરવાના આશયથી આગામી સમયમાં સિટી બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવા માટે કુલ ૫૦ (પચાસ) મીડી બસ ગ્રોસ કોસ્ટ મોડલથી કાર્યરત કરવા અંગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. ટેન્ડરની શરતો અનુસાર તમામ એજન્સીઓએ પોતાની ઈ-બસની બે દિવસ માટે રાજકોટ ખાતે ઙઘઈ આપવાનું નિયત કરવામાં આવેલ છે. અગાઉ એપ્રિલ માસમાં ટ્રાયલ કરેલ. પરંતુ નિયત સમય સુધી ટ્રાયલ કરવામાં આવેલ નહિ. જેથી ફરીથી ઙઘઈ કરવું જરૂરી જણાતા આગામી ૧૧ તથા ૧૨ જુન ૨૦૧૯ના રોજ સવારે ૦૭:૦૦ થી રાત્રીના ૦૯:૦૦ કલાક સુધી ઙઘઈ લેવાનું આયોજન કરે છે. આ માટે ઉંઇખ ઈજ્ઞિં તથા ઊદયુ ઝફિક્ષત બન્ને કંપનીની એક એક બસ આવનાર છે. જે પૈકી એક બસ બી.આર.ટી.એસ. રૂટ પર તથા એક બસ સિટીમાં ચલાવવામાં આવશે તેમ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.