મતદાન કરવા માટે ટ્રાન્સજેન્ડર્સમાં અનેરો ઉત્સાહ

40 જેટલા ટ્રાન્સજેન્ડર્સની મતદારયાદીમાં નવા નામ નોંધણી, સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક સહિતની કામગીરી કરાઈ

લોકશાહીનો પર્વ એટલે કે વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022ની ચૂંટણીના અવસર પર દરેક વ્યક્તિ મતદાન આપી શકે તે માટે ભારત સરકારના ચૂંટણીપંચની સૂચના અનુસાર “મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે.

TRANSJENDER ELECTION CARD CAMP.19

જે અન્વયે આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને ટ્રાન્સજેન્ડર્સના મતાધિકાર માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે 40 જેટલા ટ્રાન્સજેન્ડર્સ માટે મતદારયાદીમાં નવા નામ નોંધણી, સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કલેકટરએ ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટીનો આ તકે આભાર માન્યો હતો અને રાજકોટને સ્કિલ ડેવલોપમેન્ટનો એવોર્ડ મળવામાં પણ ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટીનો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રાન્સજેન્ડર્સના સર્વાગી વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા તેમની પડખે છે તેની ખાત્રી આપી હતી.

TRANSJENDER ELECTION CARD CAMP.10

સરકાર મારફત  ટ્રાન્સજેન્ડર્સ અને એલજીબીટીક્યુ કોમ્યુનિટીને મળતી સહાય અંગેનો આછેરો પરિચય આપ્યો હતો. વધુમાં કલેક્ટરએ ઉપસ્થિત ટ્રાન્સજેન્ડર્સને મૂંઝવતા પ્રશ્નનોને સાંભળ્યા હતા અને તેનું યોગ્ય નિરાકરણ કરવાના સ્તુત્ય પ્રયાસો કર્યા હતા.આ તકે 40 જેટલા ટ્રાન્સજેન્ડર્સે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમજ કલેકટરશ્રી સાથે સેલ્ફીબુથ ઉપર ફોટો પડાવ્યો હતો અને  ટ્રાન્સજેન્ડર્સના ઉત્કર્ષ માટે કામ કરતા કૃષ્ણલીલા પટેલે જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. વધુમાં ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટી માટે કામ કરતા લક્ષ્ય ટ્રસ્ટ રાજકોટના પ્રોજેકટ મેનેજર હુસેનભાઈ ઘીણીયાંએ ટ્રસ્ટની કામગીરીનો અહેવાલ જણાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા બાળ વિકાસ અધિકારી મિત્સુબેન વ્યાસે કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, નાયબ મામલતદાર ધીરેન્દ્ર પુરોહિત, મામલતદાર મહેશ દવે સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટીને અચૂકપણે મતદાન કરવા કલેક્ટરની અપીલ

Screenshot 5 4

આ અવસરે કલેકટરએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દેશનો દરેક નાગરિક મતદાન કરી શકે એ માટે ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકશાહીને મજબૂત કરવામાં ટ્રાન્સજેન્ડર્સ કોમ્યુનિટીના મતનું એટલું જ મહત્વ છે. તેથી આપ સૌ મતદાન કરો અને અન્યને પણ મતદાન કરવા માટે જાગૃત કરો.

 

  • કોઈ વ્યક્તિ મતદાનમાં બાકાત ન રહે તે માટે તંત્ર પ્રયત્નશીલ : નાયબ ચૂંટણી અધિકારી

Screenshot 4 4

લોકશાહીને સુદ્રઢ બનાવવા મતદાન કરીને લોકોની જનભાગીદારી ખૂબ જરૂરી એવો વિશ્વાસ વ્યક્ત કરતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અફેસ.જે.ખાચરે કહ્યું હતું કે, મતદાન માટે પાયાની કામગીરી છે મતદાર યાદીમાં નામ હોવું. કોઈપણ વ્યક્તિ મતદાન માટે બાકાત ન રહી જાય તે માટે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાન્સજેન્ડર્સ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા “નો વન લેફ્ટ બિહાઈન્ડ” ના મંત્રને અનુસરીને 1 ઓક્ટોબર,2022ના રોજ 18 વર્ષ પુરા થતા હોય તેવા લોકો પણ મતદાન કરી શકે એ માટે જરૂરી સુધારા કર્યા છે.

  • જો તક મળશે તો અમે ચૂંટણી પણ લડીશું : ટ્રાન્સજેન્ડર રાગીણી પટેલ

TRANSJENDER ELECTION CARD CAMP.16

સરકારનો આભાર માનતા ટ્રાન્સજેન્ડર રાગિણી પટેલે જણાવ્યું હતું કે અમે સમાજના વહેતા પ્રવાહમાં જોડાઈ શકીએ એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણું કામ કર્યું છે. આજનો કાર્યક્રમ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમે મતદાન કરીએ શકીએ એ માટે જિલ્લા વહીવટી તંત્રએ મતદારયાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કર્યું એ માટે તેમના આભારી છીએ. કલેકટર અરુણ મહેશ બાબુનો અભિગમ ખૂબ સારો છે. અમારા આર્થિક ઉત્કર્ષ માટે તો તેઓ કાર્યરત છે જ પરંતુ સમાજમાં પણ અમારી અલગ ઓળખ ઉભી થાય એ માટે પણ ઉમદા પ્રયાસો કરી રહ્યા છે.

અમારી પસંદ જાણીને અમે અભ્યાસ કરીને સારી નોકરી અને પદ મેળવી શકીએ એવી પાયાની બાબતની નોંધ લેતા અમને પણ કંઈક કરી છૂટવા માટે પ્રેરણા મળે છે. તેમજ દરેક પ્રકારના જરૂરી દસ્તાવેજો અમને સરળતાથી મળી રહે તેવી સુગમ વ્યવસ્થાનું આયોજન અને કામગીરી વહીવટી તંત્ર કરી રહ્યું છે. તક મળે તો ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત રાગિણી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મેઈલ હોય કે ફિમેલ સૌને સમાન તક પ્રાપ્ત કરવાનો અધિકાર છે. ત્યારે જો અમને પણ ચૂંટણી લડવાનો અવસર મળશે અથવા ઈચ્છા થશે તો અમે પણ દેશની જનતાના કલ્યાણ માટે કામ કરીશું. ભિક્ષાવૃત્તિ કરવામાં અમને પણ રસ નથી. અમે પણ સારું શિક્ષણ લઈને સરકારી તંત્રમાં સારા હોદા ઉપર કામ કરવા અને સ્વમાનભેર જીવન વ્યતીત કરવા ઇચ્છીએ છીએ. જો કે કેન્દ્ર સરકાર ઘણું સારું કામ કરી રહી છે આગળ પણ અમારી કોમ્યુનિટી માટે કામ કરશે તેવી આશા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.