ર૩૦ ક્ધયા મતદારોએ ૭ ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ કર્યુ

ભારતમાં ચાલતી ચૂંટણી પ્રક્રિયા વિશે બાળકો જાગૃત થાય તેવા ઉદેશ્યથી આજે હળવદની ડી.વી.પરખાણી શાળા ખાતે ચૂંટણી પ્રક્રિયાનું ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સાત ઉમેદવારોમાંથી પ્રમુખ-ઉપ્રમુખ અને મહામંત્રીને ર૩૦ મતદારોએ ચૂંટી કાઢશે.

શહેરમાં આવેલ ડી.વી.પરખાણી શાળા ખાતે ધો.૮માં બાળ સંસદ પાઠ આવે છે તેના ડેમોસ્ટ્રેશન અંતર્ગત આજે હળવદની શાળામાં બાળકની નેતાગીરીના ગુણ વિકસે તેમજ બાળક જયારે ભવિષ્યમાં મત આપવા જાય ત્યારે બોગસ ન જાય અને મતદાન કરવા જાગૃત બને તેવા આશયથી લોકશાહી પધ્ધતિથી દર વર્ષે શાળા પંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ બુથ ઓફિસર સહિતના પોલીસ અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ર૩૦ ક્ધયા મતદારોએ પોતાનું કિમંતી આપી સાત ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં સીલ થયું હતું. આ ચૂંટણી પ્રક્રિયા જે રીતે લોકશાહીની ચૂંટણી યોજાતી હોય છે તે આબેહૂબ રીતે જાહેરનામું બહાર પાડી ઉમેદવારોનું ફોર્મ ભરવા, ફોર્મ પરત ખેંચવા જેની નજીવી ફી ૧૧ રૂપિયા જેવી રાખી ચૂંટણીનું ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું. એટલું જ નહીં આ યોજાયેલી ચૂંટણીમાં દાવેદારી નોંધાયેલ પ્રમુખ-ઉપ્રમુખ અને મહામંત્રીને ર૩૦ મતદારોએ ચૂંટી કાઢશે. ચુટણી લક્ષી માહીતી મળે તેવી સહિતની શાળા ખાતે ડ્રેમોસ્ટ્રેશન યોજાયું હતું.

આ લોકશાહીના પર્વના ડ્રેમોસ્ટ્રેશનમાં ર૩૦ મતદારો, ૮ પોલીસ જવાનો, પોલીંગ બુથના ૭ અધિકારીઓ તેમજ દરેક ઉમેદવારોના બુથ એજન્ટ બની ડી.વી.પરખાણી શાળાની ક્ધયાઓ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે આચાર્ય ઘનશ્યામભાઈ દેથરીયા, લકુમ પંકજભાઈ, અશોકભાઈ બખતરીયા, પ્રકાશભાઈ દશાડીયા, અનિલ પટેલ, મહેશ માકાસણા, રીના પટેલ, પુષ્પા રાઠોડ તેમજ ધો.૬થી ૯ના શિક્ષકગણે આ ચૂંટણી પ્રક્રિયાના ડેમોસ્ટ્રેશનથી શાળાની ક્ધયાઓને વાકેફ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.