વિધાનસભા ચુંટણીને માત્ર જુજ દિવસો જ બાકી રહ્યા છે. ચુંટણી કામમાં રોકાયેલા કર્મચારીઓ,પોલીસ, સુરક્ષા જવાનોનું મતદાન થઇ ચુક્યું છે.આ ઉપરાંત દિવ્યાંગ અને સીનીયર સીટીઝન જે મતદાન બુથ સુધી પહોચી શકે એમ તેવા લોકોના ઘરે મતદાન ટીમ પહોચી બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે.
મતદાન કરવા તો ઈચ્છીએ છીએ.. પણ ચુંટણી કાર્ડ ખોવાય ગયું છે.તો શું કરવું…મતદાન પણ કરવું છે ને ચુંટણી કાર્ડ પણ નથી….ચુંટણી કાર્ડ ખોવાય ગયું છે.તો જરા પણ ચિંતા કરવની જરૂર નથી.એનો પણ ઉપાય છે જ.
ચુંટણી કાર્ડ ન હોય તો….?
જો તમારી પાસે ચુંટણી કાર્ડ છે તો તમે સરળતાથી મતદાન કરી શકો છો. તમે વોટર આઈડી કાર્ડ વગર પણ મતદાન કરી શકો છો. જો કે આ માટે નામ મતદાર યાદીમાં હોવું જરૂરી છે. જો મતદાર યાદીમાં નામ હોય તો મતદાર ઓળખકાર્ડ વિના અન્ય કોઈપણ અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરી શકો છો.
મત આપવા માટે ફોટો ઓળખ પુરાવા તરીકે મતદાર આઈડી કાર્ડને બદલે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ,આધાર કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જાહેર કરાયેલ પાસબુક, મનરેગા જોબ કાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ આરોગ્ય વીમા કાર્ડ, પેન્શન દસ્તાવેજ ફોટોગ્રાફ સાથે પ્રમાણિત ફોટો, મતદાર કાપલી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) દ્વારા જાહેર કરાયેલ સ્માર્ટ કાર્ડ, સાંસદ MPs/MLAs/MLCs દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર ઓળખ કાર્ડ વગેરે સાથે લઇ જઈ મતદાન કરી શકો છે.
તો હવે કરશો ને મતદાન…? હવે તો ચુંટણી કાર્ડ ન હોવાની પણ ચિંતા નથી.મતદાન આપનો જન્મસિદ્ધ અધિકાર છે. આ અધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ.