દેશકાળ સારો નથી. એને સારો કર્યે છૂટકો છે.

ચૂંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે દેશના અતિ બગડેલા રાજકારણને સુધાર્યા વિના નહિ ચાલે, મતિભ્રષ્ટતાને અને રાજગાદી લક્ષી કાળાં ધોળાંઓની ચાલી આવતી રીતરસમોને સદંતર મેલી દીધા વિના નહીં ચાલે. છેતરમણી પ્રચાર લીલાના પાતક ચીલાને સંપૂર્ણ પણે તિલાંજલી આપવાના જાહેરમા શપથ લેવા જોઇએ. મતલક્ષી વચનોની અને પાખંડી યોજનાઓની બનાવટી જાહેરાતો ઉપર લગામ મૂકતી જોઇએ.

સરકારી તિજુરીઓમાં પ્રજાના પસીનાનાં નાણાં છે એ પળેપળ યાદ રાખીને એનો અર્થે બેફામ ધૂમાડો નહિ કરવાની દેશની સવા અબજ જેટલી જનતાને બાંહેધરી આપવી પડશે અને તેનું આપણી ધરતીમાતાની સાક્ષીએ તેમજ કુળદેવીની સાક્ષીએ પ્રમાણિકતા પૂર્વક પાલન કરવું પડશે. સમગ્ર ચુંટણી પઘ્ધતિ અને તેની પ્રક્રિયાની પવિત્ર લક્ષી જાહેરાતોની હારમાળા સર્જી છે…. વિપક્ષો પણ આમાં કૂદી પડે તેવાં ચિહનો દ્રષ્ટિગોચર થઇ રહ્યાં છે !

આપણે ત્યાં કુલ વસતિ ધનિકોનો વર્ગ અર્થાત શ્રીમંતોનો વર્ગ, મઘ્યમ વર્ગ અને ગરીબોનો વર્ગ, એમ ત્રણ વર્ગમાં વહેંચાયેલી છે. હમણાં સુધીરીતસર નજરે નહિ ચઢેલો મઘ્યમવર્ગ આ વખતની ચુંટણીમાં મહત્વની ભૂમિકા ભજવશે એવો ખ્યાલ ઉપસે છે. જો ગરીબોનો વર્ગ પ્રત્યેક ચુંટણીની જેમ આ ચુંટણીમાં બનાવટી પ્રલોભનો તથા વચનોથી ભરમાઇ નહિ જાય તો એની ભૂમિકા પણ નિર્ણાયક બની શકે છે! સ્વાધીનતાનાં ફળ ખાવાની વાત તો બાજુ પ રહો, તે ચાખવાનું સૌભાગ્ય પણ એમને આજ સુધી સાંભળ્યું નથી. ગરીબ નરનારીઓ પણ આઝાદી માટે જેલોમાં ગયા હતા. એમનાં સંતાનો પણ કુરબાનીઓમાં સૌથી સાથે હતા.

કમનસીબે આ દેશના કરોડો લોકો કામ વગરના છે. રોજગારી વગરના છે. ઉદ્યમ વગરના છે પરિશ્રમની તકથી વંચિત છે. જે દેશ પોતાની માનવસંપતિનો પૂરેપૂરો અને આયોજન બઘ્ધ ઉપયોગ ન કરી શકે તે ગરીબાઇને કયાંથી નાબુદ કરી શકે ? ઉચ્ચ અને યુગલક્ષી વિદ્યાનો ગમે તેટલો પ્રસાર થાય. પણ જો તે એક નાનકડા વર્ગ સુધી જ મર્યાદિત રહે અને એટલા જ લોકો લાખો રૂપિયાના પેકેજ મેળવીને ગરીબોને મળવો જોઇતો સંપતિનો હિસ્સો પ્રાપ્ત કરીને ધનવાન થાય તો તે વિદ્યાનો રાષ્ટ્રીય સ્તરે શો અર્થ?

ખરું જોતાં આર્થિક સમાનતા જ સુખી સ્વરાજની મુખ્ય કુંચી છે.ધનવાન લોકો પોતાના ધનનો અને તેને લીધે મળતી સત્તાનો સ્વેચ્છાએ ત્યાગ કરવાની માનસિકતા નહિ કેળવે તેમજ સાર્વજનીક કલ્યાણ માટે બધાને તેમાંથી પ્રમાણિકતાપૂર્ણ ભાગ નહિ આપે તો હિંસા તથા ખુનખાર ક્રાંતિ અનિવાર્ય બની જશે એમ પંડીતોનું કહેવું છે.

આપણા જ સુપ્રસિઘ્ધ ગુજરાતી સાહિત્યકાર ધૂમકેતુએ એવું જ લખ્યું છે કે,  જે દેશમાં અને જે સમાજમાં પથ્થરો સોનાના ધરેણા પહેરે અને અનેક લોકો રોટલા- રોટલીના ટુકડા માટે આથડતા રહે એ દેશ વિનાશને જ નોતરી છે.આજની દુનિયાને અને તેને રવાડે ચઢીને આજના ભારતે જે અધાર્મિકતા સર્જી છે. અન્યાય અને અસત્યની જે સીમા વટાવી છે. તેનાથી માનવજાત ગળે આવી ગઇ છે.

આપણી રાજનીતિ બદલો, રાજપઘ્ધતિ બદલો, સંસ્કારોને બદલો, સમાજને બદલી નાખો, જુના પુરાણા અને ચૂંથાઇ ગયેલા સિઘ્ધાંતોને બદલો મંદિરોને અને ધર્માચાયોને ગરીબી નાબૂદીના યજ્ઞમાં જોડો, મસ્જિદોને પણ જોડો, દેવળોનો પણ જોડો….

સઘળું બદલાવ્યા વિના નહિ ચાલે..

કાટને ઊતાર્યા વિના નહિ ચાલે

સ્વતંત્રતાને રોતી બંધ કરવા જાગવું જ પડે, જૂઠને અને જૂઠાઓને દંડ દેવા જ પડે પ્રજાને લૂંટતા વ્યવસાયી વિદ્યાપતિઓને સીધાદોર કરવા પડે, ઉદ્યોગપતિઓની આંખોને અને તેમના અંત: કરણનો અંધાપો હટાવવો જ પડે…દેશમાં આજે ચુંટણી ટાણે એવો અવાજ ઊઠે કે, ધર્મનો દુરુપયોગ ન જ થવા દેવાય, આવો પાખંડ પ્રજાકીય દ્રોહ લેખાશે અને સામાજીક રાષ્ટ્રીય પતન નોતરશે….

સત્યભાષી લોકોએ એમને કહી જ દેવું ઘટે કે હવે પછી કયારેય ધર્મનો દુરુપયોગ નહિ કરવાનું વચન દો.ગરીબી હટશે પાખંડ હટશે, પાપલીલાઓ હટશે… તો જ સંસ્કૃતિ અને સ્વતંત્રતા બચી શકશે !હા, ચુંટણી તો આવે છે, આવ્યા જ કરે છે, પણ આપણે જેની કાગડોળે વાટ જોઇએ છીએ તે આ બધું જ આવશે ખ‚, એવો પ્રશ્ર્નાર્થ દેશના એક અબજ અને વીસ કરોડથી વધુ પ્રજાજનોના હ્રદય મનમાં ઊઠે છે!…

અહીં દા‚ણ ગરીબાઇમાં સબડતા ગરીબો હડહડય થાય છે.. અહીં. આપણે દેશના સાંસ્કૃતિક પ્રતિક સમી ગૌમાતાઓ ભૂખે મરે છે. અને દરરોજ પાંજરે પૂરાય છે. કતલખાને જાય છે. મોંધવારીનો રાક્ષસ  ‘માણસ ગંધાય માણસ ખાઉં’ની બુમરાણ વચ્ચે હાદાકાર મચાવે છે. ગરીબ લોકોની હાલત જાનવરથી પણ બૂરી થતી ગઇ છે.આવી બેહાલમાં લોકસભાની ચુંટણી અને નેતાઓ જેની કાગડોળે પ્રજા રાણ જુએ છુ. તે લાવી આપશે?…..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.