ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્યસભા ૨૫મીએ ગાંધીનગર ઓડિટોરીયમ ખાતે મળશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ સમિતિઓની બે વર્ષની મુદત પુરી થતા જ આગામી તા.૨૭મી ફેબ્રુઆરીએ ફરીથી ચુંટણી યોજવામાં આવશે જેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ચુંટણીમાં ઉમેદવારી નોંધાવા માંગતા ઉમેદવારોએ ૧૮મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી નોંધાવી દેવાની રહેશે અને ૧૯મી ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા આગામી તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ઓડિટોરીયમ ખાતે મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તેમજ વિવિધ સમિતિઓની ૨૭મીના રોજ ચુંટણી યોજવામાં આવશે. શિક્ષણ બોર્ડની વિવિધ સમિતિઓ જેવી કે કારોબારી સમિતિની ૮ બેઠક, શૈક્ષણિક સમિતિની ૮ બેઠક અને નાણા સમિતિની ૬ બેઠક મળી કુલ ૩૦ બેઠક માટે ચુંટણી યોજાશે. ખાસ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ૨૬ સભ્યો ઉપરાંત કલાસ-૧ના ૧૬ અધિકારીઓ હોદાની ‚એ સભ્ય બનેલા ૧૦ યુનિ.ના કુલપતિઓ, બોર્ડનું સભ્યપદ ધરાવતા ૫ ધારાસભ્યો અને ૩ સરકારે નિયુકત કરેલા સભ્યો સહિત ૬૦ જેટલા સભ્યો મતદાન કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.