કોરોનાની મહામારીથી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા બેઠકમાં લેવાયો નિર્ણય
કોરોનાની બીજી લહેરથી સ્થિતિ બેકાબુ બની છે. ત્યારે રાજયની તમામ બાર એસો.ની ચૂંટણી તા.7 એપ્રીલ સુધીમાં યોજવા કરેલો ઠરાવ હાલ પૂરતો મોકુફ રાખી નવો સરકયુલર ન આવે ત્યાં સુધી હાલની બોડી કાર્યરત રહેશે તેમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા નિર્ણિત કરવામાં આવ્યું છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા બાર એસો.ની સને 2020-21ની ચૂંટણી હોદેદારોની મુદત ડિસેમ્બર 2021 સુધી લંબાવવા અથવા તા. 7-5ને શુક્રવારના રોજ ચૂંટણી યોજવા જણાવવામાં આવેલ હતુ. પરંતુ વર્તમાન કોવિડ 19 મહામારીની અસરને ધ્યાને લઈ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા અન્ય કોઈ આદેશ ન મળે ત્યાં સુધી બાર એસો.ની ચૂંટણીનો કાર્યક્રમ સ્થગીત કરવામાં આવેલ છે જે જાણશો તેમજ હાલના તમામ હોદેદારો તેમજ કારોબારી સભ્યો કાર્યકારી હોદેદારો તેમજ કારોબારી સભ્યો તરીકેની કામગીરી કરવાની રહેશે.
વધુમાં જણાવવાનું કે, બાર એસો.ના હોદેદારોને તેમના બાર એસો.ના સભ્યોની જાણ થા બહોળી પ્રસિધ્ધ સારૂ બાર એસોસીએશનના નોટીસબોર્ડ પર મૂકવા ઘટતુ કરે તેમજ તેઓ તેમના બાર એસો.ના સભ્યોને આ બાબતની તમામ માહિતી અને જાણકારી તેમના બાર એસોસીએશનના સભ્યોને આ બાબતની તમામ માહિતી અને જાણકારી આપે તે મો જરૂરી સાથ અને સહકાર આપવા નમ્ર વિનંતી છે.કોવિડ 19 મહામારીના કારણ સ્થાનિક પરિસ્થિતિ મુજબ જે તે બાર એસો.ની નિર્ણય થશય તે આશયથી ઉપર મૂજબનો નિર્ણય કરવામાં આવેલ છે.