બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાધારણસભા બોલાવવામાં આવેલી જેમાં ગુજરાત બાર એસોશિએસન રૂલ્સ, 25 કેઠળ ગુજરાતના ધારાશાસ્ત્રીઓના 272 બાર એસોસિએસનોની ચુંટણી વાર્ષિક અથવા દ્રિવાર્ષિક યોજવાની હોય છે. તે અનુસાર ગુજરાતના 272 બાર એસોશિએસનોની ચુંટણી ઘક્ષય ઇફિ ઘક્ષય ટજ્ઞયિં” હેઠળ તા. 15/12/2023ના રોજ યોજવાનું નકકી કરવામાં આવેલું છે. જે અનુસંધાને દરેક બાર એસોશિએસનોએ તા.30/10/2023 સુધી પોતાના ઘક્ષય ઇફિ ઘક્ષય ટજ્ઞયિં” હેઠળની છેલ્લી મતદારયાદી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઑફિસે મોકલી આપવાની રહેશે.
30 ઓકટોબર સુધીમાં ‘વન બાર વન વોટ’ મુજબ મતદાર યાદી પ્રસિઘ્ધ કરવા બાર કાઉન્સીલ ઓલ ગુજરાત મળેલી બેઠકમાં નિર્ણય
દરેક બાર અસોશિએસનીએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નક્કી કર્યા મુજબ ચુંટણી યોજવાની રહેશે. તેમજ બાર એસોશિએસન પોતાની સામાન્ય સભામા ઠરાવ કરીને બાર એસોસિએસનના હોદ્દેદારો કે કારોબારી સમિતિની નિમણુંક કરી શકી નહિ. જે બાર એસોશિએસન તા. 30/10/2023 સુધી પોતાની મતદારયાદી મોકલશે નહિ તેવા એસોસીએસનની ચુંટણી અંગેની કોઇપણ તકરાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ લાવી શકાશે નહિ તેમજ તેવા બાર એસોશિએસન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વારા મળવાપાત લાભોથી વંચિત રહેશે.
દરેક બાર એસોશિએસનોએ તા.10/11/2023 સુધીમા પોતાના ચુંટણી અધિકારીની નિમણુંક કરવાની રહેશે. તેમજ કોઇપણ ધારાશાસ્ત્રી એક કરતા વધુ બાર એસોશિએસનમા મતદાન કરી શકી નહિ કે ચુંટણી લડી શકી નહિ. તેમજ કોઇ ધારાશાસ્ત્રી એક કરતા વધુ જગ્યાએ મતદાન કરતા માલુમ પડશે તો ગુજરાત બાર એસોશિએસન રૂલ્સ, 2015 અનુસાર તેમને ત્રણ વર્ષ માટે એસોશિએશનમાંથી બરતરફ કરવામાં આવશે તેમજ એડવોક્ટસ વ્યવસાયિક ગેરવર્તણુંક માટે જવાબદાર રહેશે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ કે.પટેલ, અનિલ સી.કેલ્લા, દિપેન.કે.દવે, ભરત વી. ભગત, સી.કે.પટેલ, મનોજ એમ, અનડકટ, રમેશચંદ્ર જી. શાહ, રમેશચંદ્ર એન. પટેલ, કિશોરકુમાર આર. ત્રિવેદી, શંકરસિંહ એસ.ગોહિલ, કરણસિં બી. વાધેલા, હિરાભાઇ એસ. પટેલ, પરેશકુમાર આર.જાની, કિરીટ એ.બારોટ, મુકેશ સી. કામદાર, ગુલાબખાન એમ.પઠાણ, પરેશકુમાર એચ.વાધેલા તથા રણજીતસિં એ.રાઠોડ નાઓએ હાજર રહી ચર્ચામાં ભાગ લીધેલ