૨૩ મેએ ભારતમનની વાત કરશે!!!

વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વની વિધિવત જાહેરાત: દેશના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ચૂંટણી જંગ એક વ્યકિતના નામે લડાશેમોદીની સાથે, મોદીની સામે

વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત કરી દેવામા આવી છે. ચૂંટણી પંચે ગઈકાલે જાહેર કરેલા સાત તબકકાના લોકસભાના ચૂંટણી કાર્યક્રમમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ત્રીજા તબકકામાં ૨૩મી એપ્રિલે ચૂંટણી યોજાશે દેશભરમાં ૧૧ એપ્રિથી શરૂ થનારો ચૂંટણી તબકકો ૧૯મી મે સુધી ચાલશે જે બાદ ૨૩મીમેએ પરિણામો જાહેર કરવામાં આવશે.

નરેન્દ્રમોદી માટે અને મોદી સામે જેવા આ ચૂંટણી જંગમાં આ વખતે ઝંઝાવાતી રાજકીય દોર શરૂ થવાનો છે. સરકારી યોજનાઓના ઉદઘાટનો અને શીલાન્યાસ ના કાર્યક્રમની જેમજ મોદીની જંગી જાહેરસભાના બેવડા વ્યસ્ત કાર્યકઅમોનો ધમધમાટ દેશભરમાં શરૂ થવા જઈ રહ્યં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની બીજી ટર્મ અને સંસદમાં સ્પષ્ટ બહુમતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણાયક નેતૃત્વ અને રાષ્ટ્રવાદના મુદે પ્રજાના સહકારના સુનિશ્ચિત દાવા વચ્ચે વડાપ્રધાને ચૂંટણીમાં સતાના રીન્યુઅલ માટે પ્રજાના સહકારની અપેક્ષા સેવી છે.

બીજી તરફ વિપક્ષ સરકારના રોજગારીના સર્જન અને ખેત પેદાશોનાં નીચાભાવના કારણે ખેડુતોની બદહાલી વચ્ચે રાહુલ ગાંધીના નેતૃત્વની કસોટી જેવા આ ચૂંટણી જંગમાં રાહુલે અત્યાર સુધી વડાપ્રધાન સામે કરેલી લડાઈનું રાજકીય પરિણામ કેવું આવે છે. તેનું ફલશ્રુતિનું ચૂંટણી જંગનું રણશીંગુ ફૂંકાય ચૂકયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકીય પક્ષોશંભુમેળા જેવા ગઠબંધન સામે જોરદાર લડત આપવાના નિરધાર સાધથે ચૂંટણીમા રાહુલ ગાંધીના ચોકીદાર ચોરના રાજકીય પ્રહારો વચ્ચે નરેન્દ્ર મોદી રાષ્ટ્રવાદના રક્ષણ, સ્થિર શાસન, ભ્રષ્ટાચાર મુકત વહીવટ સુશાસન, કાળાનાણાને ડામવા હિંમત ભર્યા નિર્ણયો અને આતંકવાદ સામેના યુધ્ધ જેવા વિકાસલક્ષી મુદાઓ લઈને વડાપ્રધાન પોતાની સતા પુન: રીન્યુ કરવા આશાવાદી છે.

૨૩મી મેના દિવસ દેશનું સુકાન સુકાન કોના હાથમાંજશે તે માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.રાષ્ટ્રવાદ અને વિકાસના મુદે લડાનારી આ ચૂંટણીમાં મતદારોનો જોક કઈ તરફ રહે છે. તેના પર તમામની મીટ મંડાયેલી છે. પરંતુ અત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અને નરેન્દ્ર મોદી સામે જેવા આ ચૂંટણી જંગમાં ભાજપ રાષ્ટ્રવાદ દેશપ્રેમ, વિકાસ અને આતંકવાદ સામેની લડતના મુદે અને તેના વિરોધીઓ મોદીને સત્તા પર આવતા અટકાવવા માટે એડીચોટીનું જોર લગાવશે.

૨૦૧૯ની ચૂંટણીમાં એનડીએ યુપીએ, અને ત્રીજા મોરચા વચ્ચે થનારા જંગમાં ત્રણેય વચ્ચે રાજકીય શકિત નબળાઈઓ,તક અને અસમંજસતા, ભયસ્થાનના અલગ અલગ ચાર ચાર મુદાઓ રહેશે. ભાજપ માટે રાજકીય શકિત તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક દેશના આર્થિક વિકાસ અંગેના પગલા અમિત શાહની ચાણકય બુધ્ધીથી ગોઠવાયેલી ચૂંટણી રણનીતિ જેવા જમા પાસા મોદી અને એનડીએ માટે લાભના લાડવા બની રહેશે છે. જયારે એનડીએ માટે રાજકીય નબળાઈઓના પાસા તરીકે સપા, બસપાનું ગઠબંધન, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાં ભાજપને ભારે પડશે.

ઉપરાંત જીએસટીની હાડમારી લઘુમતિ સમુદાયના મતની ભાગીદારી અને બીજા પરીબળો એનડીએને નડશે. એનહીએ માટે ઉભી થનારી તકમાં ભાજપના રાષ્ટ્રવાદ, દેશના વિકાસદરમા વૃધ્ધિ, પાડોશીના અટકચાળા સામે આક્રમક વલણ અને અનેકવિધ સરકારી યોજનાઓથી ભાજપની સ્થિતિ મજબુત ગણવામાં આવે છે. જયારે એનડીએ માટે ભયસ્થાનમાં પાંચ વર્ષનાં શાસનકાળ દરમિયાન ઉભી થઈ એની ઈન્કમબંસી સ્થિતિ અને વિવિધ રાજયોમાં ઉભા થયેલા સ્થાનિક પડકારો ભાજપ કેવી રીતે હેન્ડલ કરે છે. તેના પર આધાર છે.

યુપીએની સ્થિતિના પોસમોર્ટમાં ચૂંટણીમાં યુપીએને ફાયદાકારક બાબતોમાં કોંગ્રેસનું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વથી સહયોગીઓને મળેલા એક નવા જ માહોલથી શાસક પક્ષ સામે જનાધાર વધારી નરેન્દ્ર મોદીની સતા કેન્દ્રમાં આવતી અટકાવવા માટે મજબુત સંગઠન શકિતનું જમા પાસુ છે.

જયારે તેના નબળા પરિમાણોમાં ગઠબંધનમાં અલગ અલગ રાજકીય પક્ષોના પ્રચાર મુદામાં વિસંગતતા ભ્રષ્ટાચાર અને યુપીએનાં શાસનકાળ દરમિયાનના કૌભાંડો અને ભાજપના આક્રમક પ્રચાર સામે યુપીએ ગઠબંધન મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. જયારે યુપીએ માટેની તકોમાં સરકારની નિષ્ફળતાઓ અને રાજકીય પક્ષોની મજબુત ઈચ્છાશકિત અનેભાજપને કોઈપણ રીતે સત્તામા આવતા અટકાવવાનાપ્રયાસો યુપીએ માટે બળ બની રહેશે.

યુપીએનાં ભયસ્થાનોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, સર્જીકલ સ્ટ્રાઈકની જેમ યુપીએ ગઠબંધનના કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી બસપા એક થને પણ સમાન એજન્ડા પર ચૂંટણી ન લડતા હોવાથી મતદારોમાં યુપીએ ગઠબંધનના વિચારભેદની છાપ ઉભી થઈ છે. ત્રીજા મોરચાના પોસમોર્ટમમાં મોરચાના તમામ સહયોગીઓની પ્રાદેશિક મજબુત સ્થિતિમાં કોંગ્રેસની શકિત મળતા વધુ સારી સ્થિતિ ઉભી થઈ છે. ત્રીજા મોરચાનીનબળાઈમાં સહયોગીઓની વિચારધારામાં ભેદ પશ્ર્ચિમ બંગાળ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશા, ઝારખંડમાં અલગ અલગ રણની ત્રીજા મોરચાને નડશે જયારે મોદી વિરોધી એકતા જમાપાસુ છે.

ચૂંટણીનાં જાહેર થયેલા કાર્યક્રમોનું લોકસભાની ચૂંટણી સાથે આંધ્રપ્રદેશ, સિકકીમ, અરૂણાચલ પ્રદેશ, અને ઓરિસ્સા સહિતના ચાર રાજયોની વિધાનસભાની ચૂંટણીઓ પણ સાથે યોજાશે. અલબત લોકસભાની ચૂંટણી સાથે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની નહિ યોજાય.

જમ્મુ-કાશ્મીર્માં લોકસભાની બેઠકો માટે પાંચમાં તબકકામાં મતદાન થશે. મે મહિનામાં જમ્મુ કાશ્મીરના વિધાનસભા ભંગને છ મનિ પુરા થવા જઈ રહ્યા છે.ત્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે નહિ પણ અલગ અલગ યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી જમ્મુ કાશ્મીરમાં યોજવીએ બંધારણીય રીતે માફક નથી આવતી જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની છ બેઠકો માટે પાંચમાં તબક્કામાં મતદાન થશે પરંતુ અનંતનાગની એક બેઠક પર ત્રીજા તબકકાના મતદાન વખતે જ ચૂંટણી યોજવાનું આયોજન કર્યું છે. પ્રથમ તબકકામાં વીસ રાજયોની ૯૧ બેઠકોમાં આંધ્રપ્રદેશની ૨૫, અ‚ણાચલ પ્રદેશની ૨, આસામની ૫, બિહારની ૪, છત્તીસગઢની ૧, જમ્મુ-કાશ્મીરની ૨, મહારાષ્ટ્રની ૭, મણિપૂરની ૧, મેઘાલયની ૨, મિજોરમની ૧, નાગાલેન્ડની ૧, ઓરિસ્સાની ૪, સિકકીમની ૧ , તેલગાંણા ૧૭, ત્રિપુરા ૧, ઉત્તર પ્રદેશ ૮, ઉતરાખંડ ૫, પશ્ર્ચિમ બંગાળ ૨, આંદોમાન લક્ષદીપમાં ૧-૧ બેઠક પર પ્રથમ તબકકામાં મતદાન થશે,જયારે એપ્રીલ ૧૮ના બીજા તબકકામાં ૧૩ રાજયોની ૯૭ બેઠકોમાં આસામીજ ૫, બિહાર ૫, છત્તીસગઢ ૩, જમ્મુ કાશ્મીર ૨, કર્ણાટક ૧૪, મહારાષ્ટ્ર ૧૦, મણીપૂર ૧, ઓરિસ્સા ૫, તામિલનાડુ ૩૯, ત્રિપુરા ૧, યુપી ૮, પશ્ર્ચિમ બંગાળ ૩, પોંડિચેરી ૧,ત્રીજા તબકકામાં એપ્રીલ ૨૩ એ ૧૪ રાજયની ૧૧૫ બેઠકોમાં આસામ ૪, બિહાર ૫, છત્તીસગઢમાં ૭, ગુજરાતમામાં તમામ ૨૬, બેઠકો ગોવા ૨, જમ્મુ કાશ્મીર ૧ કર્ણાટક ૧૪, ઓરિસ્સા છ, યુપી ૧૦, પ. બંગાળ ૫, દાદરાનગર હવેલી ૧ દમણ દીવ ૧,૨૯ એપ્રીલ ચોથા તબકકો નવ રાજયોની ૩૧ બેઠકોમા બિહાર ૫, જમ્મુ-કાશ્મીર ૧, ઝારખંડ ૨, એમપી ૬, મહારાષ્ટ્ર ૧૭, ઓરિસ્સા ૬, રાજસ્થાન ૧૩, યુપી ૧૩, પં. બંગાળ ૮,મે છ પાંચમો તબકકોસાત રાજયો અને ૫૧ બેઠકમાં બિહાર ૫, જમ્મુ-કાશ્મીર ૨, ઝારખંડ ૪, મધ્યપ્રદેશ ૭, રાજસ્થાન ૧૨, ઉત્તર પ્રદેશ ૧૪, પં. બંગાળ ૭છઠ્ઠા તબકકો ૧૨મે સાત રાજયો ૬૪ બેઠકોમાં બિહાર ૮, હરિયાણા ૧૦, ઝારખંડ ૪, મધ્ય પ્રદેશ ૮ યુપી ૧૪, પં. બંગાળ ૮, દિલ્હીની ૭ બેઠકો ચૂંટણી લડશે.જયારે અંતિમ સાતમાં તબકકામાં ૧૯મે ૮ રાજયો ૬૯ બેઠકોમાં બિહાર-૮, ઝારખંડ ૩, મધ્યપ્રદેશ ૮, પંજાબ ૧૩, પં. બંગાળ ૯, ચંદીગઢ ૧, યુપી ૧૩, હિમાચલ ૪ મળી ૫૪૩ બેઠકો માટે ૨૩મીએ મતગણતરી થશે.

ચૂંટણીપંચ સોશિયલ મીડિયાનોહરી રસખાટો કરશે?Social Media Rules For Candidates Facebook Google Roped In A First

લોકસભાની ચૂંટણીમાં આ વખતે સોશ્યલ મિડિયા પર ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અંગે ચૂંટણી પંચ બાજ નજર રાખવા તૈયારી કરી રહ્યું છે. સોશ્યલ મિડિયાના માધ્યમથી કોઈપણ ઉમેદવાર પંચની પરવાનગી વિના પ્રચાર માટે ફેસબુક, ટવીટર અને ગુગલના માધ્યમોનો ઉપયોગ ન કરે તે માટે સૌ પ્રથમ વાર ભારતનું ચૂંટણી પંચ સજાગ બન્યું છે.

દેશમાં વધતા જતા સોશ્યલ મિડિયાના ચલણ વચ્ચે યોજાનારી ચૂંટણીમાં ટવીટર ફેસબુક અને ગુગલજેવા ડિઝીટલ પ્લેટફોર્મના દૂ‚પયોગ કરી ચૂંટણીમાં તેના ગેરલાભ કોઈના ઉઠાવે તે માયે પંચ સજાગ બન્યું છે પહેલીવાર પંચ દ્વારા સોશ્યલ મિડિયા પર પ્રચાર માટે નવા નિયમો ઘડી રહ્યું છે. સોશ્યલ મિડિયા પર પ્રચાર માટેની બાબતોમાં કોઈ પણ રીતે કાચુ ન કપાઈ જાય તે માટે પંચ અત્યારે જ સજાગ છે. અને ત્રણેય પ્લેટફોર્મના સંચાલકો ને નિયમના અમલ માટેની તાકીદ કરી છે.

દરેક ઉમેદવારને સોશ્યલ મિડિયા પર ચૂંટણી અંગેની જે વિગતો મુકવાની હાય તેની જાણકારી પંચને આપવાનું ફરજીયાત બનાવાયું છે. સોશ્યલ મિડિયા પર પ્રચાર માટે પંચ દ્વારા ખાસ પ્રકારની માર્ગદર્શકનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું તમામે ફરજીયાત પણે અમલ કરવામાં આવશે.

એનડીએની સીટો ઘટશે પણ સત્તા હાંસલ કરશે

લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાનીનાં એનડીએને વધુ એકવાર સરકાર રચવાની તક મળશે અલબત આ વખતે એનડીઓની બેઠકો ઘટશે પરંતુ સરકાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જ રચાશે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે. વિપક્ષના ગઠબંધન સામે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ચૂંટણક્ષ લડના‚ એનડીએ ૩૦૦ બેઠકોનું ટારગેટ પૂરું કરે તેવી આઈએએનએસના સિવોટર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં જાહેર થયું છે. આ સર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે જયારે જૈસ એ મોહમદના ખાત્મા માટે સર્જીકલ સ્ટ્રાઈક અને પાકિસ્તાન સામે જે રીતે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી દેશવ્યાપી રાષ્ટ્રવાદનો જુવાળ ઉભો થયો છે તે મોદી અને એનડીએ માટે ગેમચેન્જર સાબિત થશે.

ભાજપ રાષ્ટ્રવાદના આ જુવાળની પાંખો પર બેસીને ચૂંટણી જંગમાં વિજય મેળવશે. તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા પોલમાં જણાવાયું છે કે, એનડીએ ૨૬૪ બેઠકો મેળવી શકે છે જયારે કોંગ્રેસની આગેવાનીમાં યુપીએ ગઠબંધનના ભાગે ૧૪૧ બેઠકો અને અન્ય તમામ દળો માટે ૧૩૮ બેઠકો મળે તેવું દેખાય રહ્યું છે. ભાજપ અને સહયોગીઓના ભાગે ૨૬૪ બેઠકો જયારે યુપીએ ૧૪૧ સુધી જ પહોંચશે અને અન્યમાં ૧૩૮નો આંક શુભ બનશે. ઉત્તરપ્રદેશમાં મહા ગઠબંધનને કોઈ અવકાશ નથી જયારે એનડીએને ૩૦૭, જયારે યુપીએ ૧૩૯ બેઠકો પર સમજુતી કરી છે.

જયારે અન્ય તમામ પક્ષો માટે ૯૭ બેઠકો ભાગમાં આવી છે. ભાજપને આ પરિસ્થિતિ પોતાને સ્વાયત ૨૨૦ બેઠકો અને ગઠબંધનની ૪૪ બેઠકો મળે તેવું દેખાય રહ્યું છે. જો એનડીએ, વાયએસઆર, કોંગ્રેસ મિર્ઝા નેશનલ ફંડ, બીજુ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્રીય સમીતી અનેઆખુ એનડીએ ૩૦૧ બેઠકો સુધી પહોંચી શકે તેવું દેખાય રહ્યું છે. સામા પક્ષે યુપીએની છાવણીમાં કોંગ્રેસને ૮૦ અને અન્ય સહયોગીઓને ૫૫ બેઠકો મળે તેમ છે.

ચૂંટણી પહેલાના સર્વેક્ષણ જોઈએ તો યુપીએને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ, ડેમોક્રેટિક, એઆઈયુડીએફ, ડાબેરી મોરરચો, ઉત્તર પ્રદેશનું મહા ગઠબંધન અને તૃણમુલ કોંગ્રેસનો આંકડો ૨૨૬ સુધી પહોંચે છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપ ૭૧ માંથી ૨૯ સુધી નીચે ઉતરી જાય એવો ભય ઉભો થયો છે. ૨૦૧૪ની જેમ ભાજપ હજુ આ વિસ્તારમાં ૭૨ બેઠકો મેળવવાની અપેક્ષા રાખી રહ્યું છે. બિહારમાં ભાજપ ૩૬ માંથી ૩૨, ગુજરાતમાં ૨૬ માંથી ૨૪, કર્ણાટકમાં ૧૬, એમપીમાં ૨ બેઠકોનો ઘટાડો, મહારાષ્ટ્રમાં સા‚ પર્ફોમન્સ, ઓરિસ્સામાં પણ સ્થિતિ સુધરશે. રાજસ્થાનમાં ૪ બેઠકોનો ઘટાડો થશે.

સામાપક્ષે કોંગ્રેસની સ્થિતિ સુધર્યાનું દેખાય રહ્યું છે. ૨૦૧૪નું કોંગ્રેસનું પરર્ફોમન્સ સુધરશે. આસામમાં ૩ માંથી ૭ બેઠકો, છત્તીસગઢમાં ૧ માંથી ૫, કેરલમાં ૧ બેઠક વધશે. કર્ણાટકમાં સ્થિતિ યથાવત રહેશે. ઝારખંડમાં કોંગ્રેસને એક બેઠક ઘટશે. મધ્યપ્રદેશમાં ૩ માંથી ૫ બેઠકો થશે. મહારાષ્ટ્રમાં ૪ માંથી ૭ બેઠકો થશે અને ૨૦૧૪ની સ્થિતિ સુધરશે. પંજાબમાં ૩ માંથી ૧૨, રાજસ્થાનમાં કોંગ્રેસ ૦ માંથી ૫ સુધી પહોંચશે. તામિલનાડુમાં પણ ગયા વખતે એકપણ બેઠક ન હતી. આ વખતે ૪ બેઠકો મળશે. ઉત્તરપ્રદેશમાં પણ કોંગ્રેસ ૨ માંથી ૪ ઉપર પહોંચશે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પહેલાના જાહેર થયેલા પ્રિઈલેકશન સર્વેમાં અત્યારે યુપીએની સ્થિતિ સુધરી છે. પરંતુ બેઠકોના ઘટાડા છતાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર રચવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વખતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને દેશના તમામ વિપક્ષોનો બરાબરનો મુકાબલો જામવાનું નિશ્ર્ચિત બન્યું છે. એક તરફ ભાજપ અને એનડીએ પાસે ૫ વર્ષના શાસનના લેખા-જોખા, નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ, ખેડૂતો, યુવાનો અને ગરીબલક્ષી કલ્યાણકારી યોજનાઓનું એક મોટું ભાથુ નરેન્દ્ર મોદીના ખાતામાં વિજયની આશા જનમાવી રહ્યું છે. બીજી તરફ બેરોજગારી જીએસટી જેવી બાબતો અને સરકારના એન્ટી ઈન્કમબંસી પરિબળો યુપીએના જનાધારમાં વધારો કરશે પરંતુ સરેરાશ પરિણામ બેઠકોના ઘટાડા છતાં મોદીના ફાળે જાય તેવું સર્વેમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.