સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા ઉપરાત પચમહાલ જિલ્લાના ૨૪૦ ઈઆરઓ અને એઈઆરઓને સ્ટેટ લેવલના‘ માસ્ટર ટ્રેનરો દ્વારા તાલિમ અપાશે
ચૂટણી પચની સુચના અન્વયે આવતીકાલી રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લા સહિત કુલ ૧૪ જિલ્લાના ૨૪૦ ઈઆરઓ અને એઈઆરઓ માટે બે દિવસીય સર્ટીફીકેશન કોર્ષની તાલીમ અને પરીક્ષાનુ આયોજન કરાયુ છે. જેમા સ્ટેટ લેવલના ચાર માસ્ટર ટ્રેનરો અધિકારીઓને તાલીમ આપશે અને બાદમા‘ ૨૦મીએ અધિક મુખ્ય નિર્વાચન અધિકારીની ઉપસ્થિતિમા એમસીકયુ ટાઈપની પરીક્ષા પણ લેવામા આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ ચૂટણી પચની સુચના અન્વયે રાજકોટ ખાતે અગાઉ સૌરાષ્ટ્રના ૯ જિલ્લાના ઈઆરઓ અને એઈઆરઓ માટે સૌ.યુનિ. ખાતે બે દિવસીય સર્ટીફીકેશન કોર્ષ અને એકઝામનુ‘ આયોજન કરાયુ હતુ અને મોરબી ખાતે મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના અધિકારીઓને તાલીમ આપવા નકકી કરાયુ હતુ પરંતુ મોરબીની તાલીમ રદ્દ કરી ઉપરોકત ત્રણેય જિલ્લા ઉપરાંત પંચમહાલ જિલ્લાના ૧૫ અધિકારીઓને પણ રાજકોટની તાલીમમા જોડી દેવાયા છે.
કુલ મળી ૨૪૦ ઈઆરઓ અને એઈઆરઓને સૌ.યુનિ. કેમ્પસ ખાતે બે દિવસની સઘન તાલીમ આપવામા‘ આવશે અને તા.૨૦ના રોજ બપોર બાદ અધિક મુખ્ય નિર્વાચન અધિકારી પાડલીયાની ઉપસ્થિતિમા તાલીર્માી અધિકારીઓની પરીક્ષા લેવામા‘ આવશે.
વધુમા ઈઆરઓ અને એઈઆરઓ માટે સૌ.યુનિ. ખાતે યોજાઈ રહેલ આ તાલીમ શિબિર અને પરીક્ષામા‘ સ્ટેટ લેવલના માસ્ટર ટ્રેનર મિતેશ પંડયા, ચેતન ગણાત્રા, પંકજ વલવાઈ અને પ્રિતેશ ટેઈલર દ્વારા ચુટણીલક્ષી તાલીમ આપવામા‘ આવશે.
દરમિયાન ૨૪૦ અધિકારીઓને તાલીમ માટે જગ્યા ફાળવવા ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ પણ સૌ.યુનિ. દ્વારા ગોઠવવામા આવતા જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા સૌ.યુનિ.ના સહયોગ બદલ આભાર વ્યકત કરવામા આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com