ભાજપના આઠ અને કોંગ્રેસના એક સહિત નવ ઉમેદવારો મેદાનમાં: કોર્પોરેટરોને મતદાન માટે તાલીમ આપવી પડી

રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની આઠ બેઠકો માટે આગામી સોમવારે મતદાન યોજાશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના 70 કોર્પોરેટરોને મત આપશે.મતદાન પ્રકિ્રયા પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવશે સોમવાર સાંજ જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

શિક્ષણ સમિતિના સભ્ય બની શકે તેવું કોંગ્રેસ પાસે સભ્ય સંખ્યાબળ પણ ન હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કમલેશભાઇ કોઠીવારે સામાન્ય કેટેગરીની બેઠક પરથી ઉમેદવારી નોંધાવતા કોર્પોરેશનમાં ર3 વર્ષ બાદ શિક્ષણ સમિતીની ચુંટણી માટે મતદાન કરવાની નોબત આવી છે. અનામત કેટેગરીની ચાર બેઠકોના ઉમેદવારો ઇશ્ર્વરભાઇ જીત્યા, હિતેશભાઇ રાવલ, મનસુખભાઇ વેકરીયા અને સંગીતાબેન છાયાને બીન હરીફ જાહેર કરવામાં આવ્યા છે.

હવે આઠ બેઠકો માટે કમલેશભાઇ કોઠીવાર, ભાજપના ઉમેદવાર પ્રવિણભાઇ નિમાવત, વિક્રમભાઇ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ રબારી, રસિકભાઇ બદ્રકીયા, અજયભાઇ પરમાર, જાગૃતિબેન ભાણવડીયા અને સુરેશભાઇ રાધવાણી વચ્ચે જંગ જામશે. ભાજપના 68 અને કોંગ્રેસના ર કોર્પોરેટર મતદાન કરી શકશે. એક કોર્પોરેટરે આઠ મત આપવાના રહશે પ્રેફરન્સ મત આપવાનો હોય સમજણના અભાવે બેઠક ગુમાવવી ન પડે તે માટે ભાજપ દ્વારા તમામ કોર્પોરેટરોને તાલીમ આપવામાં આવી હતી.

સોમવારે મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવશે સાંજે પરિણામ જાહેર કરી દેવામાં આવશે.પરિણામ બાદ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણીની તારીખ જાહેર કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.