પ્રથમ તબકકામાં ર8 થી 30 નવેમ્બર વચ્ચે જયારે બીજા તબકકામાં પ થી 7 ડિસેમ્બરે વચ્ચે મતદાનની સંભાવના: 11 કે 1ર ડિસેમ્બરે મત ગણતરી: ર0મી ડિસેમ્બર સુધીમાં નવી સરકાર થઇ જશે સત્તારૂઢ

14મી ગુજરાત વિધાનસભાની મુદત આગામી ર0 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ  થવાના આડે હવે માત્ર ર માસનો સમય બાકી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચના 9 સભ્યોની ટીમે ત્રણ દિવસ સુધી રાજયમાં ચૂંટણી તૈયારીઓની સમિક્ષા કરી હતી. દરમિયાન દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ તુરંત જ 1 અથવા ર નવેમ્બરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચુંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ગુજરાતની 18ર બેઠકો માટે અલગ અલગ બે તબકકામાં મતદાન યોજાશે. 10 થી 1ર ડિસેમ્બર વચ્ચે ચુંટણીનુ પરિણામ આવી જશે અને ર0મી ડિસેમ્બર પહેલા નવી સરકાર સત્તારૂઢ થઇ જાય તેવી સંભાવના હાલ વર્તાય રહી છે.

સૂત્રો પાસથી પ્રાપ્ત થતી વધુ  વિગત મુજબ આંગામી ર4મી ઓકટોબરના રોજ દિવાળીનો તહેવાર છે 31મી ઓકટોબર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી છે આ દિવસની એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજય સરકાર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે એક મોટો કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેને આચાર સંહિતાનું ગ્રહણ ન લાગે તે માટે ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખોનું એલાન 1 અથવા ર નવેમ્બરના રોજ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય  રહી છે. રાજયમાં અલગ અલગ બે તબકકામાં મતદાન યોજાશે. 2017માં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ મતદાન યોજાઇ તેવી સંભાવના જણાય રહી છે.

પ્રથમ તબકકાનું મતદાન ર9થી 30 નવેમ્બર દરમિયાન યોજાશે જયારે બીજા તબકકાનુઁ  મતદાન પ થી 7 ડિસેમ્બર દરમિયાન યોજાશે. 11 અથવા 1ર ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરવામાં આવશે. નવી સરકાર ર0મી ડિસેમ્બર અર્થાત વર્તમાન વિધાનસભાની મુદત પૂર્ણ થાય તે પહેલા સત્તારૂઢ થઇ જશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નવ વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે 16-18 સપ્ટેમ્બર, 2022 દરમિયાન અમદાવાદ, ગુજરાતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત રાજ્ય વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ટીમમાં શ્રી ધર્મેન્દ્ર શર્મા, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર, શ્રી નિતેશ વ્યાસ, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર, શ્રી હૃદેશ કુમાર, નાયબ ચૂંટણી કમિશનર, શ્રી એન.એન. બુટોલિયા, વરિષ્ઠ અગ્ર સચિવ, શ્રી યશવેન્દ્ર સિંહ, નિયામક, શ્રીમતી દીપાલી માસીરકર, નિયામક, શ્રી એસ બી જોશી, અગ્ર સચિવ, શ્રીમતી શુભ્રા સક્સેના, નાયબ સચિવ અને શ્રી અનુજ ચાંડક, સંયુક્ત નિયામકનો સમાવેશ થાય છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી,  પી. ભારતી સાથે ટીમે  જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકોમાં મતદાર યાદી અને જજછ, ઊટખ/ટટઙઅઝ, મતદાન મથકો પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, જટઊઊઙ, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આગામી ચૂંટણી દરમિયાન સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. સીઇઓ ગુજરાત અને રાજ્ય પોલીસ નોડલ ઓફિસર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.

આવકવેરા, આબકારી, સીબીઆઈસી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, રેલવે પ્રોટેક્શન ફોર્સ, પોસ્ટ વિભાગ, નાગરિક ઉડ્ડયન અને સુરક્ષા બ્યુરો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સહિત વિવિધ અમલીકરણ એજન્સીઓના નોડલ અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ગૃહ, શાળા શિક્ષણ, વીજળી, દૂરસંચાર, માર્ગ અને પરિવહન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, આબકારી અને મહેસૂલ સહિતના વિવિધ રાજ્ય સરકારના વિભાગોના સચિવો સાથે પણ બેઠક યોજાઈ હતી.

બાદમાં, રાજયના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે પણ આગામી ચૂંટણીઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા તેમજ આગામી ચૂંટણીઓમાં સુચારુ સંચાલન માટે સીઇઓ, રાજ્ય પોલીસ નોડલ ઓફિસર, ડીઇઓ, એસપી અને અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલ પ્રતિભાવોની ચર્ચા કરવા માટે બેઠક યોજવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.