ત્રિપુરા-નાગાલેંડ-મેઘાલયમાં જ્વલંત વિજય – સખીયા,મેતા
રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ડી.કે.સખીયા તથા મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા તથા ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાની ઉપસ્થિતિમાં પૂર્વોત્તર વિસ્તાર ત્રિપુરા-નાગાલેંડ-મેઘાલયમાં ભાજપાએ ઝળહળતો વિજય પ્રાપ્ત કરીને ભગવો લહેરાતા રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે આતશબાજી તેમજ નગરજનોને મીઠા મ્હો કરાવીને વિજયોત્સવ મનાવ્યો હતો.
આ તકે શ્રી ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અને તેમની ચાણક્ય રણનીતિએ અને ભાજપાના શાસનોમાં થયેલા ચોતરફ વિકાસની જીત છે.
ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૪ની ચૂંટણીથી માંડીને આજદિન સુધી જેટલી પણ વિધાનસભાની ચૂંટણી થઇ કે પછી લોકસભાની પેટા ચૂંટણી થઇ તેમાં ભારતીય જનતા પાર્ટીએ સતત ઉત્તરોત્તર વિજયો પ્રાપ્ત કરીને ભારતમાં હાલમાં ૨૯ રાજ્યોમાંથી ૨૧ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી શાસનધુરા સાંભળી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીનો મૂળ મંત્ર છે ભ્રષ્ટાચારને નાબુદ કરવાનો. માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભ્રષ્ટાચારમુક્ત ભારતને બનાવવા એક પછી એક કદમને લોકોએ સ્વીકારીને પૂર્વોત્તરની પ્રજાએ ભાજપાને સ્પષ્ટ બહુમતી આપી તે પુરવાર કરે છે કે ભારતની જનતાને નરેન્દ્રભાઈ મોદીના હાથમાં દેશ સુરક્ષિત અને સલામત છે.
મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતાએ આ તકે જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસએ આભને આંબીને હિંદુસ્તાનના તમામ રાજ્યોમાં માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની વણઝારનો વિજય થયો છે. તે સાચા અર્થમાં પ્રજાનો વિજય છે.
આ વિજયોત્સવમાં જીલ્લા ઉપપ્રમુખશ્રી પરસોત્તમભાઈ સાવલિયા મહિલા મોરચા પ્રમુખ રસીલાબેન સોજીત્રા તથા વલ્લભભાઈ સેખલીયા અરવિંદભાઈ સિંધવ ભાસ્કરભાઈ જસાણી દશરથસિંહ જાડેજા ધીરેનભાઈ સંખાવરા ગૌતમભાઈ કાનગડ નીલેશભાઈ કણસાગરા ચિરાગભાઈ કાકડિયા બીપીનભાઈ રેલીયા હિરેનભાઈ જોશી જયેશભાઈ પંડ્યા પ્રવીણભાઈ સેગલીયા નવીનપરી ગૌસ્વામી અરુણભાઈ નિર્મળ ભરતભાઈ રબારી ડો.દીપકભાઈ પીપળીયા મીનાબેન પટેલ અરજણભાઈ જળુ જય સાગઠીયા ડો.નિશિતાબેન ગોંડલીયા હીરાભાઈ સબાડ વિરાજ જોશી હરેશ રૈયાણી મયુરસિંહ જાડેજા રવિ જોશી દર્શ શાહ જયપાલસિંહ ઝાલા ધવલ દાફડા સાગર ભરવાડ અલ્પેશભાઈ અગ્રાવત કિશોર રાજપૂત સહીતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.