વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની ચૂંટણી પ્રક્રિયા ૨૧મી સદીના વિશ્ર્વના અનેક નાના મોટા લોકતાંત્રીક દેશો માટે આદર્શ અને અનુકરણીય બની રહી છે. છેલ્લા ત્રણ દાયકામાં નવા આઝાદ થયેલા નાના મોટા દેશોએ પોતાના પ્રજાસતાક શાસનમાં ભારતની ચૂંટણીને રોલમોડલ બનાવીને લોકતાંત્રીક યુગની સ્થાપનામાં ભારતને પ્રેરણા ગૃહનો દરજજો આપ્યો છે.

ગ્રામ પંચાયતથી લઈ લોકસભા સુધીની પંચસ્તરીય ચૂંટણી વ્યવસ્થામાં પાંચ વરસમાં મતદારોને પાંચવાર પોતાના જનપ્રતિનિધિઓને ચૂંટવાની તક મળે છે. ત્યારે મતદારો પાસે અનેક વિકલ્પોમાંથી કોઈએક સારા વિકલ્પની કસોટીનો મોટો પડકાર ઉભો થાય છે. અલબત દરેક ચૂંટણીમાં ભારતના મતદારો શાણા પૂરવાર થતા રહે છે.

ચૂંટણી મેદાનમાં અસંખ્ય વ્યકિત વિચારધારા અને ભવિષ્ય નિર્માણનાં વૈકલ્પીક પરિબળોમાંથી દેશ માટે સૌથી વધુ હિતકારક હોય તેવું ચયન કરવાની જવાબદારી મતદારો માટે પડકાર‚પ હોય તે સ્વાભાવિક છે. અત્યારે દેશમાં મતદારો સમક્ષ ૧૪મી લોકસભા માટે સાંસદો અને દેશના સુકાનીની પસંદગી કરવાની તકની સાથે એક મોટી જવાબદારીનો પડકાર ઉભો થયો છે. મતદારો સમક્ષ તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ પોત પોતાની રીતે દેશના નિર્માણ અને ભાવિવિકાસ માટેના મનસુબા અને વચનના સંકલ્પ સાથે મતદારોને પોતાના સમર્થનમાં મત આપવાનું ઈજન આપ્યું છે. ચૂંટણીમાં ઉભેલા કોઈપણ પક્ષ અને રાજકીય ઉમેદવાર રાષ્ટ્રીયહિતની જવાબદારીથી પર નજ હોય ગ્રામ પંચાયતનો સભ્ય હોય કે તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, ધારાસભા, નગરનિગમથીલઈ સંસદ સુધી પ્રતિનિધિત્વ માટે ચૂંટણી મેદાને ઉભેલા દરેક ઉમેદવાર, ઉમેદવાર પછીપરંતુ પહેલા ભારતનો નાગરીક હોય છે

તેની પાસે પોતાના ભાગે આવનાર જવાબદારીકેવી રીતે પાર પાડવી તેનું એક વિજન અવશ્ય હોય છે. પરંતુ સંજોગો રાજકીય સ્થિતિ અને દેશની વિધાતાએ નિશ્ર્ચિત કર્યું હોય તેવું શાસન નવી આવનારી સરકાર ચલાવે છે. અત્યારે લોકસભા અને કેટલીક વિધાનસભાઓની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે મતદારો પર દેશના ભવિષ્યનો પાંચ વર્ષનું શાસન યોગ્ય હાથમાં જાય તે માટે સંચેત બનવાનું છે. દરેક મતદારોએ અચુક મતદાન કરવું ચૂંટણી મેદાનમાં કરી રહેલા રાજકીય પક્ષોનાં ઢંઢેરા અને વચનોમાં દેશને ઉચિત હોય તેવા વ્યકિત કે પક્ષને મત આપીને દેશના ભવિષ્યને સુનિશ્ર્ચિત કરવા માટે અનકેવિધ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ ચૂંટવો જોઈએ મતદારે આજની તારીખને આગામી પાંચ વર્ષ અને એ પાંચ વર્ષમાં ભવિષ્યનાં અનેક દાયકાઓ અને પેઢીઓ સુધી અસરકરે તેવા નિર્ણયો લેવાની જવાબદારી અને અધિકારો આપવાનો મત યોગ્ય વ્યકિતને જાય તે માટે સજાગ રહેવું જોઈએ. એક એક મતદારોનો મતનો સમુહ પ્રચંડ લાકેશકિતનું રૂપ ધારણ કરે છે. ત્યારે ચૂંટણીમાં મતદારની વિવેકબુધ્ધી દેશ માટે મહત્વની હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.