તમામ સ્ટાફ સવારે ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી ઇવીએમ- વીવીપેટ તેમજ જરૂરી સાધન સામગ્રી સાથે રવાના
વિધાનસભા ચૂંટણીમાં કાલે પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જેમાં આજે સવારે તમામ સ્ટાફ સવારે ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી ઇવીએમ- વિવિપેટ તેમજ જરૂરી સાધન સામગ્રી સાથે રવાના થયો છે. જે આજે સાંજ સુધીમાં મતદાન મથકનો કબ્જો સંભાળી લેશે.
વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠકોના 25430 મતદાન મથકો ઉપર કાલે સવારે 8થી સાંજે 5 સુધી મતદાન પ્રક્રિયા યોજાનાર છે. આ માટે 1,06,963 કર્મચારીઓ ફરજ બજાવવાના છે. આ તમામ સ્ટાફ આજે સવારે ડિસ્પેચિંગ સેન્ટર ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાંથી આ સ્ટાફ ઇવીએમ અને વિવિપેટ સહિતની સાધન સામગ્રી લઈને ફાળવેલ વાહનો મારફત રવાના થઈ ગયો છે. આ સ્ટાફ આજે સાંજ સુધીમાં જે તે ફરજના મતદાન મથકે પહોંચીને ત્યનો કબ્જો સંભાળી લેવાનો છે.