ચૂંટણી પંચ દ્વારા ખાસ પેનલે હાથ ધરેલા ‘ટ્રાયલ’નું તારણ
ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે વીવીપીએટી ઉપયોગની સાથે મતદાન માટે પર્ચીની પ્રક્રિયા ફરજિયાત કરવાથી ચૂંટણીના પરિણામો મોડા મળશે એવું ચૂંટણી કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ચૂંટણી કમિશનના સુત્રો જણાવે છે કે આ પ્રક્રિયાઓની સરખામણી કરવામાં આવતા પર્ચીની પ્રક્રિયાના કારણે મતગણતરીકમાં ત્રણ કલાક વધુ સમય લાગશે તેવું તારણનીકળ્યું છે.
મતદાન માટેની પ્રક્રિયા પ્રથમ વીવીપી અને પર્ચી દ્વારા હાથ ધરવામાં આવતા તેના ગણતરી માટે સવારે ૧૧ વાગી ગયા હતા જયારે ઈવીએમ દ્વારા મતગણતરી માટે માત્ર અડધો કલાકનો જ સમય લાગ્યો હતો પર્ચીની પ્રક્રિયા માટેનીપેનલ દ્વારા સ્થાનિક પાર્ટીઓનાં સમર્થકો દ્વારા તનાવની સ્થિતિનું નિર્માણ થવાની શકયતા દર્શાવવામાં આવી હતી કારણ કે લાંબા ગાળા સુધી ગણતરી થતા સવારે ૧૧ કલાક થઈ ગયા હોવાનો રીપોર્ટ છે.
ગણતરી કરવા માટે વીવીપીએટી અને પર્ચીઓના ઉપયોગ બાદ તેને જ ઈવીએમ દ્વારા ગણતરી કરવામાં આવતા માત્ર અડધો કલાક સમય લાગે છે. જયારે પર્ચીઓની ગણતરીમાં આ સમય વધુ ત્રણ કલાક સમય લાગ્યો હતો હજુ પણ ચૂંટણી કમિશન દ્વારા મત ગણતરીનાં ટ્રાયલ વીવીપીએટી માટે હાથ ધરવામાં આવે તેવી શકયતા છે. ગુજરાત અને હિમાચલમાં વર્ષના અંતે ચૂંટણીક થવા જઈ રહી છે. ત્યારે હજુ કેટલીક પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવશે એવું ચૂંટણી અધિકારીએ સતાવાર રીતે જણાવ્યું હતુ.
ચૂંટણી કમિશનની કમીટી દ્વારા મેન્ડેટરી ગણતરીની વીવીપીએટી સાથે પર્ચીઓ દ્વારા ૪ થી ૫ ટકા પોલીંગ સ્ટેશનમાં હાથ ધરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા આ ગણતરી માટે ૨૫ કા સ્ટેશનોમાં ગણતરી કરવાનું સુચન કરવામા આવ્યું હતુ.
આ ખરેખર પ્રેકટીકલ નથી કે જયારે ગણતરીમાં વાર લાગતા પરિણામો આવતા વધુ કલાકો લાગી જશે એવું અધિકારી જણાવે છે તેમજ હજુ પોલીંગ સ્ટેશનમાં ગણતરીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ઉમેદવારો માટે તેને કાયદેસર બનાવવું કે નહી તે માટે હજુ નિર્ણયને નિશ્ર્ચિત કરવામા નથી આવ્યો.