મતદાન પ્રક્રિયા બપોરે બે કલાકે પૂર્ણ થઇ હતી અને સાંજે પાંચ વાગે મતગણતરી શરુ થઇ હતી જેણે નાટ્યાત્મક વળાંક લીધો હતો. કોંગ્રેસે રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહેલનો મત રદ કરવાની માગણી સાથે ચૂંટણીપંચમાં વાંધો ઉઠાવ્યો હતો. જેમાં મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે.
કોંગ્રેસ રાઘવજી પટેલ અને ભોળાભાઇ ગોહેલનો મત તેમણે એજન્ટને દેખાડીને આપ્યો હોવાનો વાંધો ઉઠાવી તેમના મત રદ કરવાની માગણી કરી હતી. તો કોંગ્રેસ નવી દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણીપંચને મળી કોંગ્રેસના બે ધારાસભ્ય શૈલેષ પરમાર અને મીતેશ ગરાશિયાનો મત રદ કરવા માગણી કરી હતી.
કૉંગ્રેસ બાદ ભાજપ પણ ચૂંટણી પંચમાં ગઈ છે. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઝાલોદના ધારાસભ્ય મિતેશ ગરાસિયાનો મત રદ કરવાની માંગ કરી છે. મતદાન મથકમાં બંને ધારાસભ્યોએ મત દેખાડવા બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.
કૉંગ્રેસ બાદ ભાજપનું પ્રતિનિધિ મંડળ પણ ચૂંટણી પંચને મળવા પહોંચ્યું હતું. ભાજપના નેતા રવિશંકર પ્રસાદ, મુક્તાર અબ્બાસ નકવી, પિયૂષ ગોયેલ સહિતના નેતાઓ ચૂંટણી પંચને મળી ગણતરી શરૂ કરવા માંગ કરી હતી. તો આ તરફ કૉંગ્રેસે પણ ચૂંટણી પંચને મળવા પહોંચ્યા હતા. રાઘવજી પટેલ અને ભોળાભાઈનો મત રદ્દ કરવાની માગ પર કૉંગ્રેસ મક્કમ છે.