ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે 1515 ઉમેદવારોએ ભર્યા છે ફોર્મ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 93 બેઠકો માટે બીજી તબક્કામાં આગામી પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. ઉમેદવારી ફોર્મ ભરવા અંતિમ દિવસે કુલ 1515 ફોર્મ ભરાયા છે. હાલ ઉમેદવારી ફોર્મની ચકાસણીની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સોમવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ અવધી છે. સોમવારે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. પ્રથમ તબક્કાના મતદાનમાં જે 89 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તે બેઠકો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાના મતદાન માટેનું ચૂંટણી ચિત્ર ક્લિયર થઇ જવા પામ્યું છે. દરમિયાન બીજા તબક્કા માટે જે 93 બેઠકો માટે મતદાન થવાનું છે. તે બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થયા બાદ હાલ ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે.
ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય સોમવારે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 93 બેઠકો માટે કુલ 1515 ફોર્મ પરત ખેંચાય ગયા છે. ફોર્મ પરત ખેંચાવાની અવધી પૂર્ણ થયા બાદ જે બેઠક પર 16થી વધુ ઉમેદવારો મેદાનમાં હશે તે બેઠકો એકથી વધુ બેલેટ યુનિટ અર્થાત ઇવીએમ મુકવામાં આવશે.