- કમલમમાં હવે બેઠકોનો ધમધમાટ પ્રચાર-પ્રસારને વધુ વેગ અપાશે
ગુજરાતની લોકસભાની ર6 બેઠકો માટે ઐકી સાથે ત્રીજા તબકકામાં 7મી મેના રોજ મતદાન યોજવાનું છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા તમામ ર6 બેઠકો માટે ઉમેદવારોના નામની ધોષણા કરી દેવામાં આવી છે. હવે પ્રચાર-પ્રસારને વેગ આપવા માટે બેઠકોનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. આજે કમલમ ખાતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલે તમામ જિલ્લાના પ્રમુખ, પ્રભારી અને ધારાસભ્યો સાથે ચુંટણી લક્ષી બેઠક યોજી હતી. તમામને ચુંટણીનું હોમવર્ક આપી દેવામાં આવ્યું છે. બેઠકમાં મુખ્મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પણ ખાસ ઉ5સ્થિત રહ્યા હતા.
ભાજપ દ્વારા આ વખતે ચુંટણીની તારીખ જાહેર થયા પૂર્વ જ ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પ્રથમ યાદીમાં ગુજરાતની 1પ બેઠકો માટે, બીજી યાદીમાં 7 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા. જે પૈકી વડોદરા અને સાંબરકાંઠાના ઉમેદવારોએ ચુંટણી લડવાની અનિચ્છા વ્યકત કરતા ગત રવિવારે ગુજરાતની છ બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા. ઉમેદવારો દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રચારસ પ્રસાર શરુ કરી દેવામાં આવ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ 18 બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કરી દેવાયા છે. જો કે અમદાવાદ પૂર્વ બેઠકનો ઉમેદવાર રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી લીધી હોય હવે સાત બેઠકો માટે ઉમેદવારો નકકી કરવાના બાકી છે. જે બેઠકો માટે ઉમેદવારો ફાઇનલ કરવામાં આવ્યા છે. ત્યાં કોંગ્રેસ દ્વારા પણ પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે.
મતદાનના આડે હજી 43 દિવસનો લાંબો સમય ગાળો બાકી છે ત્યારે ચૂંટણી લક્ષી રચના ઘડવા માટે આજે બપોરે કમલમ ખાતે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ચુંટણી લક્ષી બેઠક યોજાઇ હતી. જેમાં તમામ જિલ્લાના પ્રમુખ, જિલ્લા પ્રભારી અને ધારાસભ્યોને હાજર રહેવા સુચના આપવામાં આવી હતી. તમામને ચુંટણી લક્ષી માર્ગદર્શન અને હોમવર્ક આપવાનું આવ્યું હતું. આગામી દિવસોમાં ભાજપ દ્વારા ઘર ઘર ચલો અભિયાન સહિતના વિવિધ કાર્યક્રમો આપવાના છે જેના સંદર્ભે આયોજનાત્મક બેઠક યોજાઇ હતી.