ચિંતન શિબિરના બીજી દિવસે અલગ અલગ મૂદ્રાઓ પર વિસ્તૃત ચર્ચા સાંજે પત્રકાર પરિષદમાં પક્ષના આગામી કાર્યક્રમો કરાશે જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે સતાધારી પક્ષ ભાજપે રકોર્ડબ્રેક બેઠકો જીતવા માટેની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે. બાવળા નજીક એક ખાનગી રિસોર્ટમાં હાલ ભાજપની ચિંતન શિબિર ચાલી રહી છે. જેનો આજે બીજો અને છેલ્લો દિવસ છે આજે ચિંતન શિબિરના સમાપન બાદ પક્ષના આગામી કાર્યક્રમોની એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવશે.

અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે ગઈકાલથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બે દિવસીય ચિંતન શિબિરનો આરંભ થયો હતો જેમાં ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીયમંત્રી અને ગુજરાતનાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બી.એલ.સંતોષ, ગુજરાતના સહપ્રભારી સુધીર ગુપ્તા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બેઠકો જીતી રાજયમાં ફરી સત્તા પર આરૂઢ થવાની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અલગ અલગ મૂદાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

આજે ચિંતન શિબિરના બીજા દિવસે આગામી દિવસોમાં પક્ષ દ્વારા આપવામાં આવનાર સંગઠનાત્મક કાર્યકમોની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે આ ઉપરાંત ચૂંટણી માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે આજે સાંજે ચિંતન બેઠક પૂર્ણ થયાબાદ સાંજે પત્રકાર પરિષદમાં સી.આર. પાટીલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આગામી દિવસોમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોની વણઝાર જાહેર કરવામાં આવશે.

આજે ચિંતન શિબિર પૂર્ણ થવા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ભાજપના વિવિધ મોરચાના હોદેદારો અને સરકારી અગ્રણી સાથેે પણ બેઠક યોજશે તેવી સંભાવના જણાય રહી છે પ્રદેશ ભાજપના હોદેદારો સાથે પણ બેઠક કરવામાં આવશે. ભાજપ હવે સપૂર્ણ પણે ઇલેકશન મોડમાં આવી ગયું છે. આગામી દિવસોમાં પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે આગામી 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ રાજકોટ જીલ્લાના આટકોટમાં એક હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.