કાલે ૧૨ વાગ્યે તમામ મતદાન મથકોનો સ્ટાફ ડિસ્પેચીંગ સેન્ટરેથી સાહિત્ય લઇને ફાળવેલા બૂથ પર જવા રવાના થશે: ઇ.વી.એમ. મશીનો સ્ટ્રોંગ રૂમમાં સીલ થયા

રાજકોટ મ.ન.પા.ની રવિવારે યોજાનારી ૧થી ૧૮ વોર્ડની ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરીને ઇ.વી.એમ. મશીનો સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દીધા છે. આ વખતે દરેક ચૂંટણી અધિકારીને ત્રણ વોર્ડ ફાળવીને વ્યવસ્થા કરાય છે. ત્યારે ચૂંટણી ફજર ઉપરના સ્ટાફ પોતાના ફાળવેલ સેન્ટર પરથી ઇ.વી.એમ. તથા જરૂરી તમામ સાહિત્ય લઇને રૂટ બસ દ્વારા જ પોતાના બુથ તરફ રેવાના થશે.

DSC 1703

તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન મથકનો સ્ટાફનો ફાઇનલ ઓર્ડર પર કાઢી નાખેલ છે જે કાલે સાહિત્ય લેવા આવશે ત્યારે જ સ્ટાફને કયાં બુથ ફાળવેલ છે તે ખબર પડશે. તમામા કવરો-ફોર્મ સાથેના નિયમ બેગ તૈયાર કરીને ઇલેકશન સ્ટાફને સાહિત્ય કાલે બપોરે ફાળવી દેવાશે. આ વખતે કોરોનાને કારણે થર્મલગન, ગ્લોવ્સ, સેનીટાઇઝર, માસ્ક પણ ચૂંટણી સાહિત્ય ભેગું વધારાનું આપવામાં આવશે.

DSC 1690

એક મતદાન મથકે ચૂંટણી ફરજમાં પટ્ટાવાળ સહિત પાંચ કર્મચારી ગણ હશે. જયાંથી સાહિત્ય રિસીંવીંગ સેન્ટર પર જમા કરવાનું રહેશે. ચૂંટણી પ્રક્રિયામાં બુથ ઉ૫ર સ્ટાફની વધધર થાય તો રિઝર્વ સ્ટાફ પણ તંત્ર રાખેલ છે. ઝોનલ ઓફિસરને રૂટ વાઇઝ બુથ સોંપણી થઇ ગયેલ છે. તમામ ઝોનલ ઓફિસરો કાલે રાત્રી સુધીમાં તમામ બુથનો ઓલવેલ રીપોર્ટ આપશે.

રવિવારે સવારે ૭થી સાંજે મતદાન છે. પ્રિસાઇડીંગ ઓફિસર તથા બુથનો સ્ટાફ આ સમય પહેલા એજન્ટોની હાજરીમાં મોકપોલ કરીને એકરાર નામુ કરશે. બાદમાં સિલિંગ પ્રક્રિયા કરીને ચોકકસ સમય ૭ વાગ્યે પોલ શરૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.