લોકસભાની ચૂંટણીના આડે હવે ત્રણ માસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા સંગઠન વોર રૂમ અને કોમ્યુનીકેશન વોરરૂમના ચેરમેન અને કો.ચેરમેનના નામો જાહેર કરવામાં આવ્યા છે.
સંગઠન વોરરૂમ અને કોમ્યુનીકેશન વોરરૂમના હોદ્ેદારો જાહેર કરતા શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી અને સાંસદ પ્રફૂલ વાસનિકના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ-રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના વોરરૂમના સંગઠન અને કોમ્યુનિટીના ચેરમેન અને કો.ચેરમેનની નિમણુંક કરવામાં આવી છે. સંગઠન વોર રૂમના ચેરમેન તરીકે ભીખુભાઇ દવે અને કો.ચેરમેન હેતાબેન પરીખ જ્યારે કોમ્યુનીકેશન વોર રૂમના ચેરમેન તરીકે નેહલભાઇ દવે અને જિગીષાબેન પટેલની વરણી કરવામાં આવી છે. આ ટીમે સંગઠન વોર રૂમ અને કોમ્યુનીકેશન વોરરૂમ સંદર્ભે કામગીરી કરવાની રહેશે.