ચૂંટણીના પડઘમ
અબતક-રાજકોટ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા આગામી ચૂંટણી માટે તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 13મી ફેબ્રુઆરીના રોજ આર.સી.સી.આઈ.ની ચૂંટણી યોજવામાં આવશે જેના વિશે આજ રોજ રાજકોટ ચેમ્બર ઓફ કોમકર્સ અને પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
આગામી 13મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ચૂંટણી યોજવામાં આવશે. જેના માટે ઇલેક્શન કમિટીની પણ રચના કરવામાં આવશે. જેમાં ઇલેક્શન કમિટીના ચેરમેન તરીકે હિતેશ બગડા ફરજ બજાવશે. 10મી જાન્યુઆરીથી હાલના પ્રમુખ વી.પી. વૈષ્ણવ સહિતના પદાધિકારીઓ પોતાનો ચાર્જ ઇલેક્શન કમિટીને સોંપશે.
આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા અનેક કામગીરી અને પડતર પ્રશ્નોને લઈને માહિતી આપવામાં આવી હતી. આગામી સમયમાં જો વર્તમાન પ્રમુખની ટીમ વિજેતા બનશે તો અનેક પ્રશ્નોનું નિરાકકર્ણ અને ભવિષ્યની સવલતો સાથે કકરી કરવામાં આવશે.
આ સાથે સૌથી મહત્વની વાત જણાવતા પ્રમુખ વી.પી.વૈષ્ણવએ કહ્યું હતું કે ત્રણેય ચેમ્બર્સને એક પ્લેટફોર્મ પર લાવવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવશે. જેના કારણે વેપારીઓ અને ઉઘયોગપતિઓના પ્રશ્નોનો નિરાકરણ વહેલી તકે કરી સૌરાષ્ટ્રભરના ઔઘયોગીક એકમોને વધારવા પ્રયાસ કરવામાં આવશે.
આ સાથે વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી દ્વારા પણ પત્રકાર પરિષદમાં અનેક પ્રશ્નો અને કામગીરી પર વાત કરવામાં આવી હતી. જેમાં કોરોના કાળમાં સતત કામગીરી અને મહેનતના રૂપે કુલ 32,800 ઇન્ડસ્ટ્રીઝ એકમોને વાચા આપી હતી. આ સાથે તત્કાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સહયોગથી કુવાડવા જી.આઈ.ડી.સી. અને ખીરસરા જી.આઈ.ડી.સી. વિસ્તારનું ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે.
તો આગામી 13મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણી અંગે આગામી દિવસોમાં જ તમામ કામગીરી શરૂ કરવામા આવશે. એટલું જ નહીં પરંતુ ચૂંટણી સ્થળ અને 1800 જેટલા મતદારોની મત વ્યવસ્થા પણ કરવામાં આવશે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ મુંબઈના ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ઉૠઋઝ) એ . કે . ઝા ની રાજકોટ ખાતે મુલાકાત લઈ નિકાસકારોને મુઝવતા પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆતો કરેલ હતી. પ્રતીનીધોએ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રૂબરૂ મુલાકાત લઇ રાજકોટ – સુરેન્દ્રનગર ડબલ ટે્રકમાં જમીન સંપાદન કાર્યવાહી બાબત રજુઆત કરેલી હતી.
ખીરસરા ખાતે ફાળવવામાં આવેલ નવી જીઆઈડીસીમાં પ્લોટના ભાવ પ્રતિ ચો.મી. રૂ.6074 કરેલ હતા તેને ઘટાડી રૂ. .2500 / – કરવામાં આવેલ છે.
રાજકોટના પડતર વેટ ઓડિટના પ્રશ્ર્નો તેમજ રાજકોટ ખાતે ઘણા સમયથી ખાલી પડેલ અપિલ ડીસીની તાત્કાલીક નિમણુંક કરવા રજુઆત કરેલ તેમાં મુખ્યમંત્રીએ આ અંગે તાત્કાલીક ધટતું કરી અપિલ – ડીસીની નિમણુંક કરી દીધેલ છે.
રાજકોટ ચેમ્બરના અથાગ પ્રયત્નોથી રાજકોટ – મુંબઈ માટેની હમસફર એકસપ્રેસ નામે ચોથી ટ્રેઈન મંજુર કરવામાં આવી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ – મુંબઈ તથા રાજકોટ – દિલ્હી વચ્ચે અસહ્ય ભાડા ઘટાડવા તથા કાયમી એટીઆર 7 ર એર ક્રાફટ તુરંત શરૂ કરવા અંગે એરલાઈન્સ કંપનીઓ સમક્ષ કરેલ ભારપૂર્વક રજૂઆત.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઔદ્યોગીક એકમોને રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા પ0% ની મર્યાદા લાદવામાં આવેલ છે તે દુર કરવા ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવેલા હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રયાસરૂપી એમ્બેસી ઓફ ધિ રિપબ્લીક ઓફ સાઉથ કોરીયાના ડાયરેકટર જનરલ ક્રિમ મુન યંગ, રાજકોટ ચેમ્બરની મુલાકાતે આવેલ જેમાં રાજકોટની ઈન્ડસ્ટ્રી અને સાઉથ કોરીયન કંપની વચ્ચે વેપાર વૃદ્ધિમાં વધારો થાય તે માટે ચર્ચા કરવામાં આવેલી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ચીફ કમિશ્નર ઓફ કસ્ટમ્સ , ગુજરાત ઝોનની રીજીઓનલ એડવાઈઝરી કમિટીની મિટીંગમાં રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રા ઉપસ્થિત રહીનિકાસકારોએ જુન મહિનામાં શીપીંગ બીલમાં 17217/2019 અને 17635/2019 સ્ક્રોલ નંબર જનરેટ કરેલ તેઓના મોટી રકમના પેમેન્ટ અટવાયેલ હતા અને સરકાર પાસેના લીસ્ટ મુજબ 18 થી 19 રીસ્કી નિકાસકારોના હિસાબે રાજકોટ – સૌરાષ્ટ્રના અનેક નિકાસકારોના આશરે રૂ. 375 કરોડ જેટલી રકમ રીલીઝ કરી દેવામાં આવશે
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ડિજિટલ માધ્યમને પ્રાધાન્ય
* નિકાસકારો માટે ઓનલાઈન સર્ટીફીકેટ ઓફ ઓરીજીન શરુ કરવામાં આવેલ છે
* વિવિધ સોશિયલ મીડયા ( ફેસબુક/ટવીટર/યુટ્યુબ)
* ઓનલાઈન મેમ્બરશીપ અને ફી ભરવી
* નવી અત્યાધુનિક વેબસાઈટ
* ણઘઘખ દ્વારા ઓનલાઈન મીટીંગો તથા વેબોનારો
* રાજકોટ ચેમ્બરમાં હાલ 45 જેટલા મેમ્બર લાઈફ ટાઇમ સભ્યપદ ધરાવે છે
કોરોના મહામારી દરમ્યાન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા કરાયેલ અભુતપુર્વ કામગીરીને મળેલી સફળતા
કોવિડ -19 જેવા ભયંકર રોગચાળા દરમ્યાન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજય સરકાર , રાજકોટ કલેકટર, રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર તથા રાજકોટ પોલીસ કમિશ્નરની સાથે રહી સંકલન કરી આવી ગંભીર મહામારીમાંથી ઉદ્યોગકારો, નાના મોટા વેપારીઓ તથા પ્રજાજનોને ઉજાગર કરવ માટે અભુતપૂર્વ કામગીરી કરવામાં આવેલ અને તેને સફળતા મળેલ છે જેમા : (1) પ્રધાનમંત્રી રાહત ફંડ તથા મુખ્યમંત્રી રાહત ફંડ અને રાજકોટ કલેકટરની સુચના મુજબ રાશનકીટ માટે આશરે રૂ.21 લાખ જેટલી માતબાર રકમની સહાય રાજકોટ ચેમ્બર દ્વારા કરવામાં આવેલ.
લોકડાઉન સમયગાળામાં રાજકોટ જીલ્લાના તમામ ઔદ્યોગીક એકમોમાં શ્રમીકોના પગાર અને જરૂરીયાત રાશનો પહોંચાડવા માટે રાજકોટ ચેમ્બર તથા પોલીસ કમિશ્નર સાથે સંકલન કરી તેઓને અવર – જવર કરવા માટે મંજુરી અપાવેલ છે. આવશ્યક સેવાઓ પુરી પાડતા તેમજ એકસપોર્ટ એકમો કે જેઓના પરચેસ ઓર્ડરો પેન્ડીંગ છે અને માલ પોર્ટ સુધી પહોંચાડી શકે તે માટે આવા એકમોને જલ્દીથી શરૂ કરવા મંજુરી અપાયેલ છે.
રાજકોટ ચેમ્બરના હોદેદારીઓ તથા ઓફિસ સ્ટાફ દ્વારા સખત જહેનત ઉઠાવી રાજકોટ શહેર હૃદની બહાર આવેલા ઔદ્યોગીક એકમો શરૂ કરાવવા માટે તમામ એસોસીએશનોને સાથે રાખી આવા એકમોને મંજુરી અપાવી કડીરૂપ ભુમિકા ભજવેલ છે. રાજકોટ ચેમ્બર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શહેરની બહાર ઉદ્યોગો શરૂ થયેલ હોય અને શહેરની અંદર આવેલા ઉદ્યોગો જલ્દીથી શરૂ થાય તે માટે ભારપુર્વક રજુઆતો કરવામાં આવેલ જેને માન આપી રાજય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં શરતોને આધીન છુટછાટ આપવામાં આવેલ. આ માટે ઉદ્યોગોને મંજુરી મેળવવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે રાજકોટ કલેકટર, રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર તથા રાજકોટ પોલીસ કમિશ્નર સાથે સંકલન કરી રાજકોટ ચેમ્બરની આગેવાની હેઠળ શહેરમાં અલગ અલગ 14 સ્થળોએ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ શહેરના આશરે 20 હજાર જેટલા ઔદ્યોગીક એકમોને ફકત ત્રણ જ દિવસમાં સ્થળ પર મંજુરી આપી . વેપાર – ધંધા ધમધમતા કરી આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડેલ છે. શહેરના તમામ નાના – મોટા વેપારીઓની દુકાનો વહેલાસર શરૂ થાય તે માટે રાજય સરકારને રજુઆત કરાયેલ અને તે માટે સફળતાપૂર્વક સંચાલન થઈ શકે તે માટે રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર તથા પોલીસ કમિશ્નર સાથે સંકલન કરી શહેરની દુકાનો ઓડ- ઈવન પધ્ધતીથી શરૂ થાય તે માટે 80000 હજાર જેટલા સ્ટીકરો વિનામુલ્યે આપી વ્યવસ્થા કરવામાં આવેલ .