ગુજરાત રાજ્યમાં વુડબોલ એસોસિએશન છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. વુડબોલ રમત ઓલમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા, ઓલમ્પિક કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા -એસજીએફઆઈ, અને એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી – AIU માન્યતા પ્રાપ્ત રમત છે.આ રમતનો ગુજરાત રાજ્યમાં વધારે પ્રચાર પ્રસાર થાય અને વ્યાપક પ્રમાણમાં રમત આગળ વધે તેવા ઉમદા હેતુથી ગુજરાત સ્ટેટ વુડબોલ એસોસિએશનના સભ્યોની સર્વાનુમતે પ્રો. ડો. અર્જુનસિંહ રાણાની પ્રમુખ પદે અને ડો. આકાશ ગોહિલ ની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવેલ છે.પ્રો.ડો. અર્જુનસિંહ રાણા હાલમાં સ્વણીમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી – ગાંધીનગર ના કુલપતિ તરીકે બિરાજમાન છે.

તે સાથોસાથ અર્જુનસિંહ રાણા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન (એઆરએસએફ) ના સ્થાપક તરીકે રમતગમત તથા ફિટ ઇન્ડિયા ચળવળને ગુજરાત રાજ્યમાં પાયાના સ્તરે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધારી રહ્યા છે.તેઓ ભારત સરકાર તથા ગુજરાત સરકારની ઘણી બધી રમતગમત ના કાર્ય કરતી અગ્રેસર સમિતિઓમાં પણ ચયનીત થયેલ છે. તેઓ દ્વારા ફાઉન્ડેશનના સહયોગથી ગ્રામીણ રમતો અને દિવ્યાંગ ખેલાડીઓ માટે ખૂબ જ આવકારદાયક કાર્ય કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં યુવા ખેલાડીઓ તથા રમતગમત ક્ષેત્રે સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓમાં ડો. રાણા ખૂબ જ નામના ધરાવે છે.ડો.આકાશ ગોહિલ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં શારીરિક નિયામક તરીકે કાર્યરત છે. આ બંને પદોની વરણીને ગુજરાત સ્ટેટ વુડબોલ એસોસિએશન આવકારે છે અને ભવિષ્યમાં ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં આ રમત મોખરા નું સ્થાન પ્રાપ્ત કરે તેવો આશાવાદ વ્યક્ત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.