૨૫ બેઠકની યોજાયેલી ચૂંટણીમાં ૯૯ ઉમેદવારો વચ્ચે જંગ: રાજકોટના દિલીપ પટેલ, જીજ્ઞેશ જોષી અને સિધ્ધરાજસિંહ જાડેજા સહિત પાંચ -ઝંપલાવ્યું: ઉત્સાહભેર મતદાન કરતા એડવોકેટ
કાયદાના તજજ્ઞોની માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીનું આજે રાજયના તમામ બાર ખાતે વકીલો દ્વારા ઉત્સાહ ભેર મતદાન કરી રહ્યા છે.
વકીલોની પ્રતિષ્ઠાભરી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ૨૫ બેઠકો પર ૯૯ વકીલોએ ભાવી અજમાવ્યું છે. રાજયનાં ૨૮૫૦૦ જેટલા વકીલ મતદારો નોંધાયો છે. જેમાં રાજકોટ શહેરનાં ૫૫૦૦ અને જિલ્લામાં ૪૦૦૦ જેટલા એડવોકેટને મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે.
રાજકોટ બાર એસોસીએશનના સભ્ય અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને હાલ કમિટિમાં સ્થાન ભોગવતા દિલીપ પટેલે વધુ એક વખત ઝંપલાવ્યું છે.જયારે બાર એસોસીએશનના પૂર્વ કારોબારી સભ્ય અને યુવા એડવોકેટ ડો. જીજ્ઞેશ જોષી અને સીનીયર એડવોકેટ સિધ્ધરાજસિંહ જાડેજા સહિત પાંચ વકીલોએ ઉમેદવારી નોંધાવી છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી રાજયસભા અને સિન્ડીકેટની ચૂંટણી એક સરખી પધ્ધતિથી યોજાતી હોય છે. જેમાં મતદારો જેટલી બેઠકો હોય તેટલા મત આપી શકે જેમાં મત ગણતરી પ્રેફરન્સ મતો મુજબ થતી હોય.
મતદાનના પ્રારંભ સાથે એડવોકેટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મતદાન કરી રહ્યા છે. રાજકોટ સીવીલ કોર્ટ બિલ્ડીંગ ખાતે સવારે ૧૦ કલાકે મતદાનના પ્રારંભ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે વકીલો મતદાન કરી રહ્યા છે. અને ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદાન મથકની કામગીરી સંભાળી રહ્યા છે.
મતદાન સમયે સીનીયર એડવોકેટ નિરંજનભાઈ દફતરી, લો-કમિશનના સભ્ય અભય ભારદ્વાજ, બારના પ્રમુખ અનિલ દેશાઈ, પૂર્વ પ્રમુખ સંજય વ્યાસ, પિયુષ શાહ, કમલેશ શાહ, અશોકસિંહ વાઘેલા, ‚પરાજસિંહ પરમાર, બારના ઉપપ્રમુખ બકુલ રાજાણી, ભગીરથસિંહ અને શ્યામલ સોનપાલ સહિત અનેક સીનીયર જૂનીયર એડવોકેટો મોટી સંખ્યામાં મતદાનમાં જોડાયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,