પ્રમુખ, લાયબ્રેરી-સેક્રેટરી, મહિલા કારોબારીમાં બે, ઉપપ્રમુખમાં ત્રિપાંખીયો અને નવ-કારોબારીમાં ૧૯ ઉમેદવારો વચ્ચે જંગ
બાર એસો.ની તા.૨૬ ફેબ્રુ.એ યોજાનારી ચૂંટણી પૂર્વે ત્રણ હોદા બિનહરીફ થયા છે. પ્રમુખ, લાયબ્રેરીમાં બે પાંખીયો અને ઉપપ્રમુખ ત્રિપાંખીયો જંગ તેમજ નવ કારોબારી સભગ્યમાં ૧૯ ઉમેદવાર અને મહિલા કારોબારીમાં બે ઉમેદવારો મલી ૨૮ ઉમેદવારો વચ્ચે જંગ જામશે જયારે સમરસ પેનલ જાહેર કરવામાં આવતા ચૂંટણીમાં એક તરફી માહોલ થશે.
વધુમાં બાર એસો.ની આવતા સોમવારે યોજાનારી ચૂંટણી પૂર્વ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર બિનહરીફ જાહેર થઈ છે. જયારે સમરસ પેનલ દ્વારા પ્રમુખ તરીકે અનિલ દેસાઈ, ઉપપ્રમુખમાં સી.એચ. પટેલ, લાયબ્રેરી, સેક્રેટરીમાં જતીન ઠકકર, કારોબારી સભ્યમાં ડાંગર વિમલકુમાર, ધીયા રોહીત, જોષી સંજય, પીપળીયા અજય, પરમાર આનંદ, પાનોલ નંદકિશોર રાણીગા વિપુલ, સરધારા, એજન્લ, ઝાલા પિયુષ અને મહિલા અનામતમાં મિનાક્ષીબેન ત્રિવેદી સહિત ઉમેદવારોની પેનલ જાહેર કરી છે.ઉપરાંત પ્રમુખમાં અનિલ દેસાઈ અને હરિસિંહ વાઘેલા, ઉપપ્રમુખમાં સી.એચ.પટેલ, બકુલ રાજાણી, અમિત ભગત, લાયબ્રેરી સેક્રેટરીમાં જતીન ઠકકર, મૌનીષ જોષી તથા નવ કારોબારીમાં ૧૯ ઉમેદવારો અને ૧ મહિલા કારોબારીમાં બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.જયારે ત્રણ હોદામાં સાત ઉમેદવારો, નવ કારોબારોમમાં ૧૯ ઉમેદવારો અને ૧ મહિલા કારોબારી બે ઉમેદવારો મળી ૧૬ હોદાઓ મળી કુલ ૨૮ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
સમરસ પેનલને ટેકામાં બાર કાઉન્સીલનાં પૂર્વ ચેરમેન દિલીપ પટેલ, લીગલ સેલનાં હિતેષભાઈ દવે, પિયુષ શાહ, બળવંતસિંહ રાઠોડ, કમલેશ શાહ, કમલેશ ડોડીયા સહિત લીગલ સેલનાં તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.