સોમવારે જાહેરનામુ પ્રસિધ્ધ થશે: ૨૯મી મે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ: ૮ જુને મતદાન યોજાશે
ગુજરાતની રાજયસભાની ૧૧ બેઠકો પૈકી ૩ બેઠકોની મુદત આગામી જુન માસમાં પૂર્ણ ઈ રહી છે. ત્યારે ખાલી પડનારી ત્રણ બેઠકો માટે આજે ચૂંટણીપંચ દ્વારા વિધિવત ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. આગામી સોમવારી ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે. ૨૯મી મે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને જ‚ર પડશે તો ૮ જુનના રોજ મતદાન હા ધરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી શ્રીમતિ સ્મૃતિ ઈરાની, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ અને દિલીપભાઈ પંડયાની રાજયસભાના સાંસદ તરીકેની છ વર્ષ મુદત આગામી જુન માસમાં પૂર્ણ ઈ રહી છે. ત્યારે ખાલી પડનારી ત્રણ બેઠકો ભરવા આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વિધિવત ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૨મી મેના રોજ ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે. ૨૯મી મેના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ૧લી જુન સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. જયારે જ‚ર પડશે તો ૮મી જૂને મતદાન યોજાશે. ગુજરાતની રાજયસભાની જે ત્રણ બેઠકો ખાલી પડવાની છે તે પૈકી બે બેઠકો ભાજપ પાસે અને એક બેઠક કોંગ્રેસ પાસે હાલ રહેલી છે.
રાજયસભાના સાંસદ સ્મૃતિ ઈરાની મોદી સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યાં હોય. તેઓને વધુ એક ટર્મ માટે રીપીટ કરવામાં આવે તે વાત લગભગ ફાઈનલ મનાઈ રહી છે. જયારે કોંગ્રેસ પણ અહેમદ પટેલને રીપીટ કરે તે નિશ્ર્ચિત ઈ ગયું છે. બીજી તરફ ભાજપ દિલીપ પંડયાને રીપીટ નહીં કરે તેઓના સને અન્ય કોઈ ચહેરાને ગુજરાતમાંી રાજયસભામાં મોકલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયસભામાં ગુજરાતની કુલ ૧૧ બેઠકો છે. જેમાં સાંસદ તરીકે હાલ નાણામંત્રી અ‚ણ જેટલી, મંત્રી સ્મૃતિ ઈરાની, પરસોતમ ‚પાલા, મનસુખ માંડવીયા, શંકર વેગડ, ચિનુ ગોહિલ, અહેમદ પટેલ, દિલીપ પંડયા, શંભુપ્રસાદ ટુંડીયા અને મધુસુદન મિીની નિમણૂંક કરવામાં આવી છે.