ચૂંટણી આચારસંહિતા પૂર્વે કોર્પોરેશન અને રૂડાના મોટા પ્રોજેક્ટનું કામ શરૂ કરી દેવાની તંત્રની તૈયારી

રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી ચૂંટણી ત્રણ મહિના પછી કરવામાં આવી છે તંત્ર દ્વારા જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બીજી તરફ આચાર સંહિતાના અમલ પૂર્વે પૂર્વે મોટા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરી દેવા દેવા રૂડાને કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે સમય પણ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.ચાલુ માસના અંતમાં અથવા જાન્યુઆરી માસમાં ગમે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખોનું સત્તાવાર એલાન કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઈ રહી છે ત્યારે ત્યારે રૂડા અને કોર્પોરેશન દ્વારા મોટા પ્રોજેક્ટનું ખાતમુહુર્ત તથા લોકાર્પણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે રૂડા તથા કોર્પોરેશનના અલગ-અલગ પ્રોજેક્ટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે સમય માનવામાં આવ્યો છે જેમાં રાજકોટમાં ઇ બસ માટે બનાવવામાં આવેલા એ બસ ચાર્જીંગ સ્ટેશન કોઠારીયા માં બનાવવામાં આવેલા ગારબેજ સ્ટેશન કોર્પોરેશનની એક શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ માધાપર ગામ તળ માં ભૂગર્ભ ગટર યોજના રૂડાના એક બ્રીજનું લોકાર્પણ અને એક બ્રિજનું ખાતમુહૂર્ત સહિતના સહિતના પ્રોજેકટનો સમાવેશ થાય છે શાસકો પણ ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવે તે પૂર્વે મોટાભાગના પ્રોજેક્ટ જે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તે શરૂ થઈ જાય તે દિશામાં આગળ વધી રહ્યા છે જે પ્રોજેક્ટમાં પાંચ-દસ ટકા કામ બાકી છે તેનું ચૂંટણી ની તારીખોનું એલાન થાય તે પૂર્વે લોકાર્પણ કરી દેવાની પણ તૈયારીઓ ચાલી ચાલી રહી છે આગામી આગામી 14 મી ડિસેમ્બરના રોજ મહાપાલિકાની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઇ રહી છે છે બોડીની મુદત વધશે કે વહીવટદારની નિમણૂક કરશે તે અંગે એકાદ બે દિવસમાં સત્તાવાર નિર્ણય લઈ લેવામાં આવશે જો વહીવટદારની માસે તો નીતિવિષયક નિર્ણય લેવામાં સમસ્યા ઉભી થાય તેવી સંભાવના છે અને બોડીની મુદત વધશે તો એક પણ કામમાં કોઈ ખલેલ ઉભો થશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.