કૉંગ્રેસ દ્વારા પાંચ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. કૉંગ્રેસ પ્રથમ તબક્કામાં 200 જેટલા ઉમેદવારો જાહેર કરી શકે તેવી અટકળો વચ્ચે આજે અંતે રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત અને વડોદરા સહિતના મહાનગરપાલિકાના ઉમેદવારના નામ જાહેર થયા હતા.
ઉલ્લેખનીય છે કે, 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
તમામ છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે તો 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે .મતદાન માટે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે.