મતદાર યાદી સુધારણા, ઈ.આર.ઓ. નેટ સહિતના મુદ્દે ચર્ચા
આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈ ઈ.આર.ઓ. નેટ અને મતદાર યાદી સુધારણા સહિતના મુદ્દે રાજયના ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમી બેઠક યોજવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તમામ રીટર્નીંગ ઓફિસરો માટે ઈ.આર.ઓ. નેટ અમલી બનાવ્યું છે ત્યારે તેની અમલવારીને લઈ આજે રાજયના ચૂંટણીપંચ દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બપોરે ૧૨ થી ૨ દરમિયાન યોજવામાં આવેલી આ બેઠકમાં ચૂંટણીલક્ષી અનેક મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વધુમાં ચૂંટણીપંચ દ્વારા ખાસ કરીને ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા ઝુંબેશ માટે બુ લેવલ ઓફિસરોને ૧લી જૂની ૨૦ જૂન સુધી ખાસ કામગીરી કરાવી હતી. પરંતુ તેમાં ધારી સફળતા ન મળી હોય સંભવત: આ ઝુંબેશની મુદતમાં વધારો કરવામાં આવે તેમ હોવાનું જાણવા મળ્યું છે.