નિયમ મુજબ- પૂર્ણ ચૂંટણી થયાને અડધાં કલાક સુધી કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલ ન દેખાડી શકાય
ચૂંટણી પંચે ટ્વિટરમાંથી એક્ઝિટ પોલ અંગેની તમામ ટ્વીટ હટાવવાના આદેશ આપ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચે આ સંબંધે કેટલીક ફરિયાદો મળી હતી. જે બાદ પંચે આ આદેશ આપ્યો હતો. ફરિયાદ કોના તરફથી મળી હતી તે અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, “ચૂંટણી પંચ તરફથી કોઈ આદેશ જાહેર નથી કરાયો. અમારી સામે માત્ર એક મામલો આવ્યો હતો જેને યુઝરે જ હટાવી દીધો હતો.” તેના એક દિવસ પહેલાં ૩ મીડિયા હાઉસને કારણ જણાવો નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી. આરોપ હતો કે આ મીડિયા હાઉસે લોકસભા ચૂંટણીના અનુમાનિત પરિણામોને લઈને એક સર્વેને પ્રકાશિત કર્યો હતો.
આ છે નિયમ: રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટની ધારા ૧૨૬ એ મુજબ- કોઈ પણ વ્યક્તિ ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલને પ્રિન્ટ કે ઈલેકટ્રોનિક મીડિયા પ્રકાશિત કે તેનો પ્રચાર ન કરી શકે. ચૂંટણીનો સમય પહેલાં દિવસના વોટિંગથી શરૂ થઈને અંતિમ દિવસના મતદાનના અડધા કલાક સુધી માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના એક્ઝિટ પોલને પ્રકાશનની મંજૂરી નથી હોતી.
જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને ૨ વર્ષ સુધી જેલ જવું પડી શકે છે. સાથે જ દંડ કે જેલ બંને કે બેમાંથી એક સજા મળી શકે છે. લોકસભાની ચૂંટણીનો અંતિમ તબક્કો ૧૯ મેનાં રોજ યોજાશે.