રાજયના મુખ્ય સચિવે ચૂંટણી માટે પંચની માંગી મંજુરી
દેશના ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૯ બેઠકોની ચૂંટણી જેમ બને તેમ વહેલી કરવાની મંજુરી માટે તૈયાર થયું છે. મુખ્યમંત્રી ઉઘ્ધવ ઠાકરેને ૬ મહિનાની અવધિમાં પૂર્ણ બહુમત પ્રાપ્ત કરી લેવા માટે તક આપવા ચુંટણીપંચે તૈયારી કરી લીધી છે. ચુંટણીપંચના સુત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે આ અંગેની બેઠક બોલાવવામાં આવી છે.
સુનિલ અરોરા અમેરિકાથી પરત આવીને અન્ય બે કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સીંગથી બેઠક યોજશે. જાહેરનામા અને ચુંટણી દરમિયાન ઓછામાં ઓછા ૨૧ દિવસનો સમય હોવો જોઈએ. આથી આ અંગેની જાહેરાત જેમ બને તેમ વહેલા કરવામાં આવશે. જેથી કરીને ૨૭મી મે સુધીમાં ચુંટણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. ચુંટણીપંચ હંમેશા ધારાસભ્ય ન હોવા છતાં મંત્રી તરીકે નિમાયેલા વ્યકિતને ચુંટાવવાની તક આપી જ છે અને આવી નિમણુકને મતદાનના માધ્યમથી બંધારણીય દરજજો મળે છે. છ મહિનામાં પેટા ચુંટણી યોજીને વગર ચુંટાયેલા નેતાઓને મંત્રી તરીકે નિમણુક મળ્યા બાદ ચુંટાઈને કાયદેસરનું સભ્યપદ મેળવવાનું હોય છે.
ચુંટણીપંચના મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચુંટણી યોજવાને આ નિર્ણય પાછળ શિવસેના, કોંગ્રેસ અને મહારાષ્ટ્રનાં રાજયપાલે ૨૭મી મે સુધીમાં ચુંટણી યોજવાની માંગને આધારે લેવામાં આવી છે. બંધારણીય રીતે ચુંટણી જરૂરી છે. અન્યથા એક સાથે બે ગૃહો ચલાવવા પડે. રસપ્રદ વાત એ છે કે રાષ્ટ્રનાં મુખ્ય સચિવે ચુંટણીપંચને ગુરુવારે પત્ર પાઠવી કોવિડ-૧૯ કટોકટી દરમિયાન વિધાન પરીષદની ચુંટણી માટેની અનુમતી માંગી હતી. મહારાષ્ટ્રમાં અત્યારે કોરોના મહામારી કાબુમાં લેવા આકાશ-પાતાળ એક કરી રહ્યું છે અને પલાયનવાદના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે ઉંધો કાન છે ત્યારે ચૂંટણી સારા વાતાવરણમાં યોજાય તે હિતાવહ હોવાનું મુખ્ય સચિવ અજય મહેતાએ કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકાર મુકત અને નિષ્પક્ષ વાતાવરણમાં ચુંટણી યોજવા પ્રતિબઘ્ધ છે.
ગૃહમંત્રાલયે મહારાષ્ટ્રમાં વિસ્થાપિત મજુરોની અવર-જવર યાત્રાળુઓ, પ્રવાસીઓ અને લોકડાઉનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને તેમના ઘેર જવા માટે છુટ આપી છે. અજય મહેતાએ સરકારે હાથ ધરેલા પગલાઓ અને માપદંડોની સુચી બહાર પાડી છે. સરકાર તમામ નિયમો જાળવવા પ્રતિબઘ્ધ બની છે ત્યારે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચુંટણીઓ લોકડાઉનના નિયમોને ધ્યાને લઈ યોજવાની હિમાયત કરવામાં આવી છે. ગુરુવારે મહારાષ્ટ્રની ત્રણેય શાસક પાર્ટીઓ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ વિધાન પરિષદની ચુંટણી રાજયમાં સરકારની સ્થિરતા જાળવી રાખવા ૨૭ મે પહેલા યોજવી જરૂરી હોવાનું પત્રમાં લખ્યું છે. અમારું સંવિધાન સરકારની સ્થિરતા અને તેની બહાલી માટે ધનિષ્ઠ દિશા નિર્દેશો આપે છે પરંતુ કોઈ મર્યાદાઓ નડતી નથી. ભારતનું ચુંટણીપંચને કોઈ બંધન હોતા નથી તેમ કોંગ્રેસનાં નેતા બાબા સાહેબ થોરાટે ચુંટણીપંચને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં અત્યારે કોવિડ-૧૯ વાયરસના સંક્રમણથી પરિસ્થિતિ ઘણી નાજુક અને ચિંતાજનક રીતે આગળ વધી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની બેઠકો માટે ચુંટણીપંચે તૈયારી શરૂ કરી દીધી છે.