ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયાની ટીમ પંદર દિવસમાં ગુજરતાની મુલાકાતે આવવાની સંભાવના
મતદાતા યાદી સુધારણા પ્રક્રિયાની ગુજરાતમાં સમીક્ષા માટે ધી ઈલેકશન કમિશન ઓફ ઈન્ડીયા (ઈસીઆઈ)ની ટીમ પંદર દિવસમાં ગુજરાતની મુલાકાતે આવવાની સંભાવના છે. જે પ્રક્રિયા જાન્યુઆરીમાં પૂર્ણ થઈ હતી પ્રત્યેક વિધાનસભા ચૂંટણી પહેલા મતદાતા યાદી સાથે સંબંધીત મુદાઓ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ ઈસીઆઈ વિભિન્ન જીલ્લાઓમાં યાદચ્છિક તપાસ હાથ ધરે છે.
ભારતીય ચૂંટણી પંચની એક બીજી ટીમ ચૂંટણી સંબંધીત આઈટી ઉપયોગ માટે રાજય પ્રશાસનની તૈયારીઓની પણ તપાસ કરશે ઈસીઆ, સામાન્ય રીતે ચૂંટણીના ત્રણ મહિના પહેલા મતદાતા સુધારણા યાદીની સમીક્ષા પ્રક્રિયા શ‚ કરી દે છે રાજય સરકારે ઈસીઆ, દ્વારા કરાયેલી માંગ મુજબ ચીફ ઈલેકશન કાર્યાલયના કાર્ય કરવા માટે નામોનો એક સેટ મોલ્યો છે.