પક્ષે ફરજીયાત પણે પોતાના ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ 3 વખત અખબારમાં છપાવવો પડશે, જેથી મતદાર તેનાથી વાકેફ થાય
અબતક, ગાંધીનગર
પોત પ્રકાશતા ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ પ્રકાશિત કરવા ચૂંટણી પંચે આદેશ જાહેર કર્યો છે. જેથી પક્ષે ફરજીયાત પણે પોતાના ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ 3 વખત અખબારમાં છપાવવો પડશે. માટે મતદાર તેનાથી વાકેફ થઇ શકે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે મુખ્ય ચૂંટણી ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ કહ્યું કે, જે પણ કંપનના પાંચ હજારથી વધારે કર્મચારીઓ છે, અને તે પોતાના કર્મચાકરીઓને મટ આપવા માટે રજા આપે છે. તો તે કંપનીઓને ચૂંટણી પંચ વિનંતી કરે છે કે આ કર્મચારીઓનો સર્વ કરે કેસ કેટલા કર્મચારીઓએ મત નથી આપ્યાં અને મત ન આપવાનું કારણ શું હતું. તેના માટે પણ એમઓયુ કરવામાં આવી રહ્યા છે.કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ 4.83 કરોડ નોંધાયેલા મતદારો છે. 182 વિધાનસભા મતવિસ્તારોમાં 51,782 મતદાન મથકો બનાવવામાં આવશે. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, જો કોઈ રાજકીય પક્ષ ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે, તો તેઓએ જણાવવું પડશે કે, આવા ઉમેદવારોને પસંદ કરવા માટે તેમને શું મજબૂરી હતી?
જે રાજકિય પાર્ટીઓ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપશે તેમણે આ વાત તેમના સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં જણાવવી પડશે. રાજીવ કુમારે કહ્યું કે, આવા ઉમેદવારોએ તેમના ગુનાહિત રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે જેથી નાગરિકો મત કોને આપવો તે અંગે નિર્ણય લઈ શકે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની આગેવાની હેઠળ ભારતીય ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ ગુજરાતમાં આગામી બે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા બે દિવસની મુલાકાતે ગુજરાત આવી હતી.
કમિશનેતમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા માટેની તૈયારીઓની સ્થિતિ જાણવા માટે બેઠક યોજી હતી. સામાન્ય રીતે, રાજ્યમાં ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતા પહેલાં, ઈલેક્શન કમિશનના ઉચ્ચ અધિકારીઓ તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યની મુલાકાત લેતા હોય છે. રાજ્યના અધિકારીઓ ઉપરાંત, ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ રાજ્યની વિધાનસભા ચૂંટણીના આચરણ અંગે તેમના સૂચનો આપવા માટે ચૂંટણી પંચની ટીમને મળ્યા હતા.
કર્મચારીઓને રજા આપવા છતાં મત ન આપે તો તેની પાસેથી ખુલાસો લેવા કંપનીઓને અપીલ
ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ કહ્યું કે, જે પણ કંપનીના પાંચ હજારથી વધારે કર્મચારીઓ છે, અને તે પોતાના કર્મચારીઓને મત આપવા માટે રજા આપે છે. તો તે કંપનીઓને ચૂંટણી પંચ વિનંતી કરે છે કે આ કર્મચારીઓનો સર્વે કરે. કેટલા કર્મચારીઓએ મત નથી આપ્યાં અને મત ન આપવાનું કારણ શું હતું. તેના માટે તેમની પાસે જવાબ માંગવામાં આવે.
દરેક બુથ સીસીટીવીથી સજ્જ હશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે ચૂંટણી લક્ષી મુદ્દાઓની માહિતી આપી. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં લગભદ 4.83 કરોડ મતદાતાઓ છે, જેના માટે 182 વિધાનસભા ક્ષેત્રમાં 51, 782 પોલિંગ સ્ટેશન બનાવામાં આવશે. આ સાથે આગમી ચૂંટણીમાં હવે મોડેલ પોલિંગ સ્ટેશન રાખવામાં આવશે. જેની દરેક કલેક્ટને જાણ કરવામાં આવી છે. જેથી પોતાના ઘરેથી દૂર રહેતા લોકો પણ પોતાના વિસ્તારમાં વોટ આપી શકે. વધુમાં જણાવ્યું કે હવે ચૂંટણી આયોગ દ્વારા દરેક પોલિંગ સ્ટેશન પર સીસીટીવી લગાવવામા આવશે. જેથી પોલિંગ સ્ટેશન પર થતી ઘટનાઓ પર નજર રાખી શકાય.