- ઘરેથી મતદાન કરનારાઓના નામ પર PBનો સિક્કો મરાશે
- મતદારો ઘરેથી બોગસ મતદાન ન કરે તે માટે થશે વીડિયો રેકોર્ડિગ
- ઘરે મતદાન કરાવવા જતી ટીમ સાથે પોલીસ પણ હાજર રહેશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ સમગ્ર ભારતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, ત્યારે ચૂંટણી પંચ પણ નવા નવા પ્રયોગો સાથે આ ચૂંટણીને વધારેને વધારે રસપ્રદ બનાવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા શતાયુ લોકો અને દીવ્યાંગોને ધરે બેઠા મતદાન કરી શકે તેવી સુવિધા શરુ કરવામાં આવી છે.
આ વિધાનસભાની ચૂંટણીમાં 4,91,35,400 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ
આ વખત ની વિધાનસભાની ચૂંટણીમાં ૧ ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરએ બીજા તબક્કાનું મતદાન થવાનું છે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ત્યારે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની વિસંગતતા ન થાય તે માટે ચૂંટણી પંચ તમામ પગલાં લઈ રહ્યું છે.
- ચૂંટણીમાં ડુપ્લીકેટ મતદાન ટાળવું
- મતદાન પ્રક્રિયા અને મત ગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં થાય
- કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે પોલીસ અને પેરા મીલીટરી ફોર્સ
ઘરેથી મતદાન કરનારાના નામ પર PBનો સિક્કો મારવામાં આવશે અને ઘરેથી મતદાન કર્યા બાદ બુથ પર જઈને મતદાન ન કરે એ માટે તે સિક્કો ચેક કરવામાં આવશે જેથી બોગસ મતદાન ને ટાળી શકાય. સાથે જ મતદારો ઘરેથી બોગસ મતદાન ન કરે માટે વીડિઓ રેકોર્ડિંગ પણ કરવામાં આવશે. ઘરે મતદાન કરાવવા જતી ટીમ સાથે પોલીસની પણ ટીમ રહેશે તેવું ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને બનવા પામે તો પોલીસ દ્વારા તેનું નિરાકરણ કરવામાં આવે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને જોરે શોરે થી ચાલી રહી છે અને રાજ્યની 182 બેઠકો પર યોજાનારા મતદાન માટે મતદાન મથકો, મતદાર યાદી, ઈવીએમ-વીવીપેટ સહિતની અન્ય આનુસાંગિક સુવિધાઓને સુનિશ્ચિત કરવામાં આવી છે.