વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યા છે. ફિલ્મમાં ડ્રામા હશે તેના કરતાં તો વધુ ડ્રામા ફિલ્મની રિલીઝ પહેલાં થઇ રહ્યા છે. 9 એપ્રિલે સુપ્રીમે કોર્ટે વિવેક ઓબેરોયસ્ટારર ‘પીએમ નરેન્દ્ર મોદી’ફિલ્મ રિલીઝની ફરિયાદને ફગાવી દેતા આ નિર્ણય ચૂંટણી પંચ અને સેન્સર બોર્ડ પર છોડી દીધો હતો.

હાલમાં ચૂંટણી પંચે ફિલ્મની રિલીઝને અટકાવી દીધી છે. જ્યાં સુધી લોકસભાની ચૂંટણી પૂરી નહિ થાય, ત્યાં સુધી આ ફિલ્મ રિલીઝ નહિ થાય. ચૂંટણી પંચે કહ્યું કે, કેટલીક પોલિટિકલ પાર્ટીએ એવી આ ફિલ્મને કોડ ઓફ કંટકટ વિરુદ્ધ ગણાવી હતી. આ ફિલ્મ ચૂંટણી અગાઉ રિલીઝ થાય એ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. આવી ફિલ્મો ચૂંટણી અગાઉ રિલીઝ કરવામાં આવે તો જનતા પર તેનો પ્રભાવ પડી શકે છે.

ચૂંટણી કમિશને કહ્યું કે, ફિલ્મની રિલીઝ જે આવતીકાલે થવાની હતી અને સાથે-સાથે લોકસભાની ચૂંટણી પણ આવતીકાલથી જ શરૂ થવાની છે. આ ફિલ્મ ‘લેવલ પ્લેયિંગ ફિલ્ડ’નો ભંગ કરે છે. આ લેવલ પ્લેયિંગ ફિલ્ડ એટલે કે, એવી પરિસ્થિતિ જ્યાં દરેક લોકોને આગળ વધવા માટે સમાન અને નિષ્પક્ષ તક મળે.

ચૂંટણી પંચે એવું પણ જણાવ્યું કે, આ બાબતને લઈને થતી કોઈપણ ફરિયાદ પરની સુનવણી એક અલગ જજની પેનલ દ્વારા કરવામાં આવશે. આ જજની પેનલના હેડ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના રિટાયર્ડ જજ હશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.