ખાટલો, ચપ્પલ, વેલણ, પાટલો, ચીપટી, કપ-રકાબી, ડોલી, કાનના બુંટીયા, આદુ, ચાની કીટલી, ગેન્ડી, ભીંડો, ફ્રોક, લાલ મરચુ સહિતના અનેક ચિન્હો મતદારોમાં કુતુહલ સર્જશે

ચુંટણી પંચ દ્વારા અપક્ષ ઉમેદવારો માટે 197 જેટલા ચુંટણી ચીન્હો જાહેર કરવામાં આવ્યા છે. આ ચીન્હોમાં ઘણા ચીન્હો તો કુતુહલ સર્જાવે તેવા પણ છે. એસી, કબાટ, સફરજન, રીક્ષા, બેબે વોકર, ફુગ્ગો, બંગડી, ફળની ટોકરી, બેટ, બેટસમેન, ટોચ, મોતીનો હાર, પટ્ટો, બેન્ચ, સાયકલ પંપ, દુરબીન, બીસ્કીટ, બ્લેક બોર્ડ, નાવીક સાથેની બોટ, બોકસ, ડબલ રોટી, બ્રેડ ટોસ્ટર, ઇંટ, બ્રીફકેસ, બ્રસ, ડોલ, કેક, કેલ્કયુલેટર, કેમેરા, કેન, શીમલા મીર્ચ, કાર્પેટ, કેરમ બોર્ડ, કોબીજ, સીસીટીવી કેમેરા, જંજીર, ચકકી, વેલણ પાટલો, ચપ્પલ, ચેસ બોર્ડ, ચીમની, ચીપટી, કોટ, નાળીયેરી, કલર ટ્રે, કમ્પ્યુટર, કમ્પ્યુટર માઉસ, ખાટલો, ક્રેન, ઘન, કપ-રકાબી, કટીંગ પ્લાયર, હીરા, ડીઝલ પંપ, ડીશ એન્ટેના, ડોલી, ડોર બેલ, દરવાજાનું હેન્ડલ, ડ્રીલ મશીન, ડમ્બેલ્સ, કાનના બુટીંયા, વીજળીનો થાંભલો, લીફાફો, એકસ્ટેન્શન બોર્ડ,વાંસળી, ફુટબોલ, ફુટબોલ ખેલાડી, ફુવારો, ફ્રોક, ક્રાઇગ પેન, કીપ, કીશાન, ગેસ સીલીન્ડર, ગેસ ચુલો, ગીફટ , આદુ, કાચનો ગ્લાસ, ગ્રામોફોન, દ્રાક્ષ, લીલુ મરચુ, હાથગાડી, હાર્મોનીયમ, ટોપી, હેડફોન, હેલીકોપ્ટર, હેલ્મેટ, હોકી, રેતધડી, આઇસ્ક્રીમ કપ, ગીઝર, ઇસ્ત્રી, ચાની કીટલી, ગેડી, ભીંડો, પર્સ, સ્ટોપર, લુડો, મગફળી , રોડ રોલર, શુઝ, ચોકલેટ સહીતના ચીન્હો જાહેર કરવામાં આવ્યા છે.

અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર વ્યકિતએ આ પૈકીનું કોઇ એક ચીન્હ પસંદ કરવાનું રહે છે. આ ચીન્હની પસંદગી માટે તેઓ ચુંટણી પંચ સમક્ષ ભલામણ કરે છે. બાદમાં ચુઁટણી તંત્ર આ ચીન્હ બીજા કોઇ હરીફ ઉમેદવારને સોંપવામાં આવ્યું નથી ને તેની ખરાઇ કર્યા બાદ અપક્ષ ઉમેદવારને ચુંટણી ચીન્હ સોંપવાની કાર્યધારી કરે છે. બાદમાં આ ચીન્હના આધારે અપક્ષ ઉમેદવાર ચુંટણી લડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.