ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ બધા જ પક્ષો તૈયારીમાં લાગી ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટી મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે હવે ફક્ત 16 દિવસજ બાકી છે જ્યારે કોંગ્રેસે પણ મોટી અને હાઈ પ્રોફાઈલ સીટોમાં ઉમેદવારોને જાહેર કરી દીધા છે ત્યારે જામનગર ઉત્તરમાં મુકાબલો ખૂબ જ રોચક બન્યો છે
ભાજપના બા વિરુદ્ધ કોંગ્રેસે ઉતાર્યા બાપુ
જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રીવાબાને ભાજપે મેન્ટેડ આપીને ઉમેદવાર બનાવ્યા છે ત્યારથી જ આ બેઠકનો જંગ ખૂબ રસપ્રદ બની ગયો છે ત્યારે હાલ કોંગ્રેસે તેમની સામે ટક્કર ઝીલી શકે તેવો પ્રખ્યાત અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બીપેન્દ્રસિંહ જાડેજા ને તક આપી છે.
રિવાબા જાડેજા 2019 ની ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાઈ ગયા હતા રેવાબા પહેલી જ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે જેઓ મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે અને તેમના પિતા એક ઉદ્યોગપતિ છે રિવાબાએ મેકેનિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરેલ છે અને ઘણા વર્ષોથી સામાજિક કાર્યોમાં સક્રિય છે તેમણે 2016 માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા અને હાલ ભાજપ પક્ષ સાથે જોડાઈને જ સ્ત્રી સશક્તિકરણ અને વિવિધ સંસ્થાઓના સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેમને મુખ્ય મુદ્દા તરીકે ભાજપના વિકાસને જણાવ્યો છે અને વિકાસના જ મત માંગશે તેમ કહ્યું છે.
બિપેન્દ્રસિંહ જાડેજા છેલ્લા ત્રણ દાયકાથી કોંગ્રેસમાં સક્રિય
જામનગર 78 બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવાર તરીકે વિરેન્દ્રસિંહ જાડેજા ની ટિકિટ આપી છે જેઓ વેપાર ઉપયોગ સાથે સંકળાયેલા છે અને હાલ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તેઓ કોંગ્રેસમાં છેલ્લા 30 વર્ષથી સક્રિય છે અને હાલ કોંગ્રેસ સંગઠનના મહામંત્રી તરીકેનું પદ પણ ધરાવે છે કોંગ્રેસે દરબાર સમાજના મતને પોતાની તરફ વાળવા માટે બિન વિવાદિત અને સ્વચ્છ પ્રતિભા બાદ ધરાવતા બીપેન્દ્રસિંહને ટિકિટ આપી છે જેઓ પણ ભૂતકાળમાં ક્યારેય ચૂંટણી લડ્યા નથી.
જામનગર ઉત્તરની મતદારો વિશે માહિતી
કુલ બે લાખ ૬૦ હજાર મતદારો છે જેમાંથી આહીર સમાજના 18.4%, દલિત સમાજના 13.3% મુસ્લિમ સમાજના 12.8% અને ક્ષત્રિય સમાજના 11.1% લોક મતદારો મતદાન કરશે
ત્યારે હવે જોવું રહ્યું કે બા વિરુદ્ધ બાપુ આ બંનેની લડાઈમાં કોની જીત થાય છે.