- ત્રીજા તબકકામાં ગુજરાતની 26 બેઠકો માટે 7મી મેના રોજ યોજનારા મતદાન માટે
- લોકસભાની ચુંટણી લડવા ઇચ્છુકો 19મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે: ર0મીએ ફોર્મની ચકાસણી, રરમી સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે
લોકસભાની આગામી ચૂંટણીમાં ત્રીજા તબકકામાં ગુજરાતની ર6 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. દરમિયાન આવતીકાલે ત્રીજા તબકકાના મતદાન માટે ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે. જો કે શનિવાર અને રવિવારની રજા આવતી હોવાના કારણે સોમવારથી ચુંટણીનો માહોલ જામશે.
લોકસભાની 543 બેઠકો માટે આગામી 19 એપ્રિલથી 1 જુન સુધી સાત તબકકામાં મતદાન યોજવાનું છે પ્રથમ તબકકાના મતદાનના આડે હવે એક સપ્તાહનો સમય ગાળો બાકી રહ્યો છે. દરમિયાન ત્રીજા તબકકામાં આગામી 7મી મેના રોજ યોજનારા મતદાન માટે કાલથી ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થશે લોકસભાની ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો 19મી સુધી નામાંકન પત્ર દાખલ કરી શકશે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે આઠ દિવસનો સમય આપવામાં આવશે જેમાં 13,14 અને 17 એપ્રિલના રોજ એમ ત્રણ દિવસ જાહેર રજા આવતી હોવાના કારણે માત્ર પાંચ દિવસનો સમય જ નામાંકન પત્ર ભરવા માટે મળશે. ભાજપ દ્વારા લોકસભાની ર6 બેઠકો માટે પેટા ચુંટણી યોજવાની છે. તેના માટે ઉમેદવારોના નામની ધોષણા કરી દેવામાં આવી છે. જયારે કોંગ્રેસ દ્વારા ર0 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.
ઇન્ડીયા ગઠબંધનના ભાગરુપે બે બેઠકો આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ બેઠક માટે હજી ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી.કાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થતાની સાથે જ ચુંટણીનો માહોલ જમાવટ લેશે. ભાજપના ઉમેદવારો 1પમી એપ્રિલથી નામાકન પત્ર દાખલ કરવાનું શરે કરશે. કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખોનું એલાન કરવામાં આવશે.ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ નિયત કરવામાં આવી છે. જયારે ર0મી એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. રરમી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાની અંતિમ અવધી હોય ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 7મી મેના રોજ મતદાન યોજાશે. ઉનાળાની સીઝનને ઘ્યાનમાં રાખી મતદાનના સમયમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. મતદાન બાદ પરિણામ માટે ર6 દિવસની રાહ જોવી પડશે. સમગ્ર ચુંટણી પ્રક્રિયા 6 જુનના રોજ પૂર્ણ થઇ જશે.
ગુજરાતમાં લોકસભાની ર6 બેઠકો માટે એક જ તબકકામાં મતદાન યોજવાનું છે. સાથે સાથ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા ખાલી પડેલી વિધાનસભાની છ બેઠકો પૈકી વિજાપુર, ખંભાત, વાઘોડીયા, માણાવદર અને પોરબંદર વિધાનસભા બેઠક માટે પેટા ચુંટણી યોજાશે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી પક્ષ પલ્ટો કરનાર પાંચેય પક્ષ પલ્ટુઓને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી છે.