- આચારસંહિતા લાગુ થયા બાદ અનેક નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકતું નથી અને નવું ફંડ પણ બહાર પડતું નથી.
- જો કે, કેટલીક સરકારી યોજનાઓ એવી છે જેનું કામ આચારસંહિતા લાગુ થવા છતાં અટકતી નથી અને લોકો તેનો લાભ મેળવતા રહે છે.
Loksabha Election 2024 : ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે, ત્યારબાદ તમામ પ્રકારના કામકાજ અટકી જાય છે.
આચારસંહિતા લાગુ થયા બાદ અનેક નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકતું નથી અને નવું ફંડ પણ બહાર પડતું નથી.
જો કે, કેટલીક સરકારી યોજનાઓ એવી છે જેનું કામ આચારસંહિતા લાગુ થવા છતાં અટકતી નથી અને લોકો તેનો લાભ મેળવતા રહે છે.
લોકોને રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના, આયુષ્માન ભારત યોજના અને મફત રાશન જેવી યોજનાઓનો લાભ મળતો રહે છે, કારણ કે આ પહેલેથી જ ચાલી રહી છે.
જેમને આવાસ યોજનાની મંજુરી મળી ગઈ છે અને કામ શરૂ થઈ ગયું છે, તે અટક્યા નથી. જોકે ચૂંટણી ન થાય ત્યાં સુધી કોઈ નવા લાભાર્થીને મંજૂરી આપવામાં આવતી નથી.
તે તમામ લાભાર્થી પ્રોજેક્ટ કે જ્યાં આદર્શ આચાર સંહિતા લાગુ થયા પહેલા લાભાર્થીઓના નામની ઓળખ કરવામાં આવી હતી, તે ચાલુ રહે છે.