સમૂહ જ્ઞાતિ ભોજન, રકતદાન કેમ્પ યોજાયા અને લાલાબાપાના જીવન પર બનેલી ફિલ્મનું વિમોચન કરાયું
સમસ્ત મોચી સમાજ દ્વારા સંત લાલાબાપાની ૭૬મી પૂણ્યતિથિ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે સમુહ જ્ઞાતિ ભોજન, રકતદાન કેમ્પ, તેમજ લાલાબાપાના જીવનપર બનેલી ફિલ્મના પહેલા ભાગનું વિમોચન પણ કરવામાં આવ્યું હતુ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ‚ા.૧ લાખની ભેટ પણ આપવામાં આવી હતી.
આ અંગે અનિલભાઈ ચાવડા જણાવ્યું હતુ કે, લાલાબાપા યુવક મંડળ ઉપલા કાંઠા તરફથી આ ૮મો રકતદાન કેમ્પ છે અમે પૂણ્યતિથિ નિમિતે આ કેમ્પનું આયોજન કરીએ છીએ આ કેમ્પમાં એકઠું થયેલું બ્લડ જ્ઞાતિજનોને જ‚ર પડયે વિનામૂલ્યે પૂ‚ પાડવામાં આવે છે.
રાજુભાઈ જેઠવાએ જણાવ્યું હતુ કે સમાજના બધા જ વર્ગોને આવરી લઈને દર વર્ષે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જ્ઞાતિ આગળ આવે તે માટે લાલાબાપા યુવક મંડળના સભ્યો સતત પ્રયત્નો કરે છે. લાલાબાપાએ ભગવાન સ્વામી નારાયણની હાજરીમા સ્વામીનારાયણ ધર્મને પોતાનું જીવન અપર્ણ કર્યું હતુ લાલા બાપાનો જન્મ ગોંડલ નજીકના રીબડા ગામે થયો હતો. પછી તેઓ ગોંડલ નિવાસ થયા હતા. આજના કાર્યક્રમ માટે લાલાબાપા યુવક મંડળના સભ્યો ૩ મહિનાથી પોતાના બધા જ કામો છોડીને જહેમત ઉઠાવી છે. આ લોકોને ખરેખર ધન્યવાદ છે. સમાજને નવી રાહ મળે સમાજના પ્રશ્ર્નોને વાચા મળે તે માટે લાલાબાપા યુવક મંડળ સતત મહેનત કરી રહ્યું છે. આગળના દિવસોમાં યુવક મેળો, શિક્ષણ, જ્ઞાતિની વાડી માટેના આયોજન કરવામાં આવશે.દિવ્યેશ પરમારે જણાવ્યું હતુ કે લાલાબાપાની પૂણ્યતિથિ નિમિતે લાલાબાપાના જીવનપર બનેલી ફિલ્મનો પ્રથમ ભાગનું વિમોચન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ માટે ૯ લાખનો ખર્ચ થયો છે. તેમજ આ ફિલ્મ કિશોરભાઈ વાઢીયા, ધી‚ભાઈ વાઢીયા તેમજ ચંદ્રકાંતભાઈ જણસારી એ બનાવી છે. ૧૦ હજાર જ્ઞાતિજનોની હાજરીમાં આ ફિલ્મ બતાવવામાં આવી છે.