પાંચ પિતરાઈ ભાઈઓએ યુવાનની કાર રોકી લાકડીથી માર માર્યો

શહેરના ભગીરથ પરા વિસ્તારમાં રહેતા સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ પર તેના જ પિતરાઈ ભાઈઓએ હથિયારો વડે હુમલો કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે વડીલો પાચીત જમીનમાં ફરિયાદીએ દાવો કરતાં તેનો ખાસ રાખી તપાસમાં જાણવા મળ્યું છે.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત મુજબ ભગીરથ સોસાયટીમાં રહેતા અને બહુજન સમાજ પાર્ટીના જિલ્લા પ્રમુખ મનસુખભાઈ વિરજીભાઈ ગોહિલ નામના 39 વર્ષના યુવાન પર તેમના જ પિતરાઈ ભાઈ અરજણ, રમેશ, ભરત, વિક્રમ અને બાબુ સહિતના આવે માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ માથાકૂટ ની પાછળ નું કારણ જણાવતાં મનસુખભાઈ કહ્યું હતું કે મનહરપુર પાસે આવેલી રૂપિયા 150 કરોડની 20 એકર જમીનમાં માતાનો ભાગ હોવાથી તેનો દાવો કરતા જેનો ખાર રાખીને પિતરાઈ ભાઈઓ તરફથી અવારનવાર ત્રાસ ગુજારવામાં આવતો હતો. ત્યારે ગઈકાલે મનસુખભાઈ ઘર પાસેથી પોતાની કાર લઈને નીકળ્યા ત્યારે અરજણ, રમેશ સહિતના શખ્સોએ તેની કારને આંતરીને મનસુખભાઈને માર માર્યો હતો.મનસુખભાઈના જણાવ્યા બાદ પોલીસે તેમના પાસે પિતરાઈ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.