‘નાનપણ’માં ગુનો અને ’બુઢાપા’માં સજા !!!
બોમ્બ વિસ્ફોટના ગુન્હામાં ૬ નિર્દોષને જેલ હવાલે કરવાની ભૂલ બ્રિટિશ ન્યાયતંત્રની સૌથી મોટી ભૂલો પૈકી એક
વર્ષ ૧૯૭૪માં યુ.કે.ના બર્મિંગહામ શહેરના પબમાં બોમ્બ વિસ્ફોટ કરી કુલ ૨૧ને મોતને ઘાટ ઉતારી દેનારા ઇસમની આશરે ૪૬ વર્ષ બાદ યુ.કે. પોલીએ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેથી કહી કહી શકાય કે, નાનપણમાં ગુન્હો અને ઘડપણમાં સજા કરવામાં આવી છે. પબમાં બોમ્બ વિસ્ફોટ એ બર્મિંગહામ શહેરનો સૌથી મોટો બોમ્બ વિસ્ફોટ છે.
વર્ષ ૧૯૭૪માં જ્યારે બ્રિટિશ શાસન વિરુદ્ધ ઉતરી આયર્લેન્ડ ખાતે હિંસાત્મક પ્રદર્શનો થઈ રહ્યા હતા તે સમયગાળા દરમિયાન બર્મિંગહામ ખાતેના મલબરી બશ અને ટેવર્ન પબ ખાતે બોમ્બ વિસ્ફોટ કરી હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં મુખ્ય સુત્રોધાર તરીકે રહેલા ૬૫ વર્ષીય વૃદ્ધની તેના બેલફાસ્ટ સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે તેવું પોલીસ વર્તુળોએ જણાવ્યું હતું. વૃદ્ધની ધ ટેરીરીઝમ એકટ હેઠળ વૃદ્ધની ધરપકડ કરવામાં આવી છે તેમજ તેના નિવાસસ્થાન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેવું પોલીસે એક નિવેદનમાં ઉમેર્યું છે. વૃદ્ધની ઉતરી આયર્લેન્ડ ખાતેના પોલીસ મથક ખાતે જરૂરી સાવચેતીઓ સાથે પૂછપરછ કરવામાં આવશે તેવું પણ પોલીસ વર્તુળોએ ઉમેર્યું હતું.
બોમ્બ વિસ્ફોટ કર્યાનો આરોપ અગાઉ આઇરીશ રિપબ્લિકન આર્મી પર લગાવવામાં આવ્યો હતો પરંતુ આર્મીએ આની સતાવાર જવાબદારી લીધી ન હતી. ઉલ્લેખનીય છે કે, હુમલા બાદ અવાર નવાર થતા જૂથ અથડામણમાં આશરે ૩૫૦૦થી વધુ લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ રહેલી છે.
વર્ષ ૧૯૭૪ના બોમ્બ બ્લાસ્ટના પ્રથમ દિવસે કુલ ૧૧ લોકોના મોટ થયાં હતા જ્યારે સારવાર દરમિયાન વધુ ૧૦ના મોત નિપજ્યા હતા તેમજ ૧૮૨ થી પણ વધુ ઇજાગ્રસ્ત થયાં હતા. પોલીસ ઘટનાની તપાસમાં ઉણી ઉત્તરી હોય તેવું પણ લાગી રહ્યું હતું જેના પગલે ગત વર્ષે ફરીવાર ઘટનાની તપાસ ચાલુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, બોમ્બ વિસ્ફોટની ઘટનામાં કુલ ૬ ઈસમોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જેઓ ખરા અર્થમાં નિર્દોષ હતા અને જેમની કોઈ ભૂમિકા ન હતી. આ ભૂલ બ્રિટિશ ન્યાયતંત્રની સૌથી મોટી ભૂલ પૈકીની એક છે.