પીઠવા પરિવાર દ્વારા કરાયું જાજરમાન આયોજન
પીઠવા પરિવાર, રાજકોટ દ્વારા સમસ્ત લુહાર સમાજ માટે તા.૨૩ મંગળવારના રોજ ‘રોયલ રજવાડી’ નાના મવા રોડ, સીઝન-૩ રેસ્ટોરન્ટ સામે એક દિવસ માટે દાંડીયા રાસનું આયોજન કરેલું છે.
ખેલૈયાઓએ ફ્રી પાસ મેળવવા માટે શનિવારના રોજ ૨ થી ૬ તેમજ ૧૪ ઓકટો.ને રવિવારના રોજ ૧૦ થી ૬ સુધી મિતલ ઈન્ડસ્ટ્રીઝ, પટેલ પટેલ વિહાર રોસ્ટોરન્ટ પાસે ઓવરબ્રીજ નીચે, ગોંડલ રોડનો સંપર્ક કરવો તેમજ ફોટો આઈડી તથા બે ફોટોગ્રાફ સાથે લાવવા આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા, નરેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, જયેશભાઈ, ભરતભાઈ, વિજયભાઈ, ઉમેશભાઈ અને વિમલભાઈ એ કહ્યું હતુ.