માતાનામઢથી  પ્રસ્થાન, સોમનાથ ખાતે સમાપન

પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા યાત્રાનું નેતૃત્વ કરશે: તા.13મીએ રાજકોટ ખાતે  ‘કરણીરથ’નું ભવ્ય સ્વાગત કરાશે

રાષ્ટ્રવાદી સામાજિક સંગઠન રાજપૂત કરણી સેના દ્વારા 1લી મે ગુજરાત સ્થાપના દિવસ થી સામાજિક એકતા માટે ઐતિહાસિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ માતાનામઢ થી પ્રસ્થાન કરનારી આ એકતા યાત્રા સોમનાથ સુધી જશે તારીખ 13 મેના રોજ રાજકોટ માં ભવ્ય સ્વાગત કરવામાં આવશે,

સામાજિક એકતા ના ઉપરથી રાજપૂત કરણી સેના દ્વારા આ એકતા યાત્રા આશાપુરા માતાજીના મંદિર માતાનામઢ કચ્છ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે કરછમાં આશાપુરા માં કરણી અંબાજી માં મોગલ મા શક્તિ માં ખોડલ સહિત રાજપૂત કુળદેવી ની જ્યોત સહિત પુરા રાજ્યમાં મોમાઈમોરા અંબાજી શામળાજી હિંમતનગર ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા ધોલેરા ભાવનગર સુરેન્દ્રનગર સુરજદેવળ ચોટીલા રાજકોટ ગોંડલ ગાયત્રી આશ્રમ ગધેથળ જુનાગઢ ભવનાથ કેશોદ માળિયા હાટીના થઈને આ યાત્રા સોમનાથ સુધી જશે ક્ષત્રિય સમાજમાં એકતા 20 તારીખના કુરિવાજો નાબૂદી શિક્ષણ વ્યવસાય ક્ષેત્રે જાગૃતિ ઉપરાંત રાજકીય ક્ષેત્રે થતા અન્યાય અંગે સામાજિક એકસૂત્રતા માટેની આ યાત્રા તારીખ 13 મેના રોજ રાજકોટમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે રતનપર રામચરિત માનસ મંદિર ખાતે રાત્રી રોકાણ કરશે અને સાહિત્યકાર રાજભા ગઢવીનો લોકડાયરો યોજાશે આ યાત્રાના રૂટ પર માધાપર છોકરી થી ગોંડલ ચોકડી સુધી યાત્રા પરિભ્રમણ કરશે અને ત્યાંથી ગધેથળ ગાયત્રી આશ્રમ જવા પ્રયાણ કરશે હાય એકતા યાત્રાને સફળ બનાવવા માટે રાજપુત કરણી સેના કૃષ્ણસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, સત્યેન્દ્ર ભાઈ ખાચર ,ભરતસિંહ જાડેજા, શિવરાજભાઈ ખાચર, રાજદીપસિંહ જાડેજા, તીર્થરાજ સિંહ ગોહિલ, બલભદ્રસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા વનરાજસિંહ ઝાલા , ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાટડી, ગુજરાતના પ્રભારી ભરતભાઈ , વીરભદ્ર સિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા અરવલ્લી ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાટડી , ધર્મપાલ સિંહ ઝાલા રવિરાજ સિંહ સોલંકી સુરેન્દ્રસિંહ રાજ અને  આઇ.કે.જાડેજા ઉઠાવી રહ્યા છે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.