ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના યુવા કાર્યકર અશોકભાઈ પારણી દ્વારા જરૂરીયાતમંદોને નિસ્વાર્થભાવે સેવા કરવામાં આવે છે. જેમાં વિધ્વા મહિલાઓને અંત્યોદય રાશનકાર્ડ કઢાવવા મદદરૂપ થવું, ઉજ્જવલા યોજનામાં ગેસ કનેકશનની કામગીરીમાં સહાય કરવી સહિતના કામ કર્યા છે.

જેથી ગોંડલ તાલુકા મેઘવાડ સમાજ સંચાલીત એકતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી અશોકભાઈનું સન્માન કરવામાં આવશે. આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન પ્રમુખ હરીભાઈ રાઠોડ, મહામંત્રી ભીખાભાઈ બગડા, મંત્રી પ્રેમજીભાઈ જાદવ, ખાંડાધારના પૂર્વ સરપંચ શામજીભાઈ ડાંગર, બીએસપી પ્રમુખ સંવજીભાઈ સાગઠીયા, ટ્રસ્ટી મુળજીભાઈ પરમાર, ટ્રસ્ટી ભાવેશભાઈ ભાસા, ભોજપરાના સરપંચ વિપુલભાઈ પરમાર, ટ્રસ્ટી મેહુલભાઈ રાઠોડ, ઘોઘાવદરના અગ્રણી ગોવિંદભાઈ રેવર, ગોંડલના સામાજીક કાર્યકર નીતિનભાઈ સાંડપા, કમરકોટડાના પૂર્વ સરપંચ સુરેશભાઈ સરવૈયા સહિતનાએ વિગતો આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.