મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા સીએમ બનશે. બીજેપીના નેતા દેવેનેદ્ર ફડનવીશે આ અંગે માહિતી આપી છે. દેવેન્દ્ર ફડનવીસે કહ્યું, મહારાષ્ટ્રના સીએમ પદ માટે એકનાથ શિંદે આજે સાંજે શપથ ગ્રહણ કરશે, અને ભાજપ તેમને સમર્થન આપશે.
દેવેન્દ્ર ફડનવીસે આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, ભાજપ હિન્દુત્વ માટે એકનાથ શિંદેને સમર્થન કરશે. એકનાથ શિંદે એકલા જ આજે સીએમ પદ માટે સાંજે 7-00 કલાકે શપથ ગ્રહણ કરશે.
આ બાજુ એકનાથ શિંદેએ કહ્યું કે, મહારાષ્ટ્રનો વિકાસ અમારો એજન્ડા રહેશે, એમવીએ સરકારમાં જનતાના કામ થતા ન હતા. મે અનેક વખત રજૂઆતો કરી, પરંતુ દાઉદ સાથે જોડાયેલા મંત્રીઓને આખરે પદ પરથી ના જ હટાવાયા. અમે મહારાષ્ટ્રના વિકાસ માટે ભાજપની સાથે આવ્યા છીએ. મળતી માહિતી મુજબ, રાજભવનમાં શપથ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
હાલ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ:
સાંજે 7 વાગ્યે એકનાથ સીંદે લેશે CM પદ ના શપથ
એકનાથ શિંદેને ભાજપ કરશે સમર્થન : ફડણવીસ
મહારાષ્ટ્રનો વિકાસ અમારો એજન્ડા:શિંદે