ગુરૂકુળમાં બદ્રીકાશ્રમધામ બનાવી સંતો મહંતોને નિલકંઠ વર્ણીનો વેશ ધારણ કર્યો
માત્ર અગિયાર વર્ષની ઉંમરે ઘરછોડીને વનની વાટે નીકળેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે નીલકંઠનો વેશ ધારણ કરેલો. ઉધાડા પગ, પહેરવા એક જ વસ્ત્ર, પુસ્તક, માળા, શાલીગ્રામ, તુંબડી, દોરી, પૂંજની મેખવા જ સાથે લીધષલા એ બાળપ્રભુ વર્ણીના વેશે આજથી ૨૨૫ વર્ષ પહેલા ભારતના ચાર ધામ માંહેલુ બદ્રીનાથરાયલ ધામે પધારેલા.
બદ્રીનારાયણના પુજારીએ કાર્તિક સુદી એકાદશીએ અન્ન જમાડેલ પૂજન કરેલ પછીથી નીલકંઠ વર્ણી એકલાજ બરફથી આચ્છાદિત હિમાલયની ગહન યાત્રા બદરીકાશ્રમ ધામપ્રતિ કારતક વદ એકાદશીએ પ્રસ્થાન કરેલ. આ દિવસની ૨૨૫ વર્ષની પાવન સ્મૃતિએ વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં આજે શ્રક્ષ ધર્મનંદન ઘનશ્યામ મહારાજને મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ વર્રીનો વેશ ધારણ કરાવેલ.
પ્રભુ સ્વામીના કહ્યા અનુસાર આ સ્મૃતિને હરિભકતો સંતો અને વિદ્યાર્થીઓ ચિંતન કરતા રહે એ અર્થે બે કલાક સુધી સંતોએ તુલસી દલ તથશ ગુલાબની પાંખડીઓથી ભગવાનનું પૂજન કરેલ. હરિભકતો તથા સંતોએ ભગવાનના વનવિવરણના ભકતચિંતામણી ગ્રંથમાંના પ્રકરણોનું સાથે ગાન કરેલ. પૂજારી વિવેક સ્વામી તથા વિશ્વવંદન સ્વામીએ વનનું દ્રશ્ય ઉભુ કરી ભગવાને નીલકંઠ વર્ણીનો વેશ ધારણ કરાવેલ.
આ પ્રસંગે ૨૫ ઉપરાંત સંતોએ વૃક્ષના પાંદડા અને ફૂલોથી આચ્છાદિત આરતી દીપ પ્રગટાવી તથા મહંત સ્વામીએક પચ્ચીસ જયોતની આરતી શેરડીના સાંઠામાં ગોઠવેલ તે આરતી ઉતારી ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવેલ. બપોરે ૩ થી ૫.૩૦ દરમ્યાન પૂજન કરાયેલ પછીથી ભગવાનની પાલખીયાત્રા નીકળેલી.
સાંજે ૬.૪૫ કલાકે સાંય આરતી, સ્તુતી, પ્રાર્થના, કીર્તન ધૂન તથા સત્સંગ થયેલ રાત્રે ૮.૩૦ થી ૧૧ દરમ્યાન સંગીત સાથે જાગરણ કરવામાં આવેલ રાત્રષ ૧૧ વાગે ભગવાનને શયન કરાવાયેલ.